Entertainment

‘હજુ સાટા પ્રથા ચાલે છે, જેની પીડિત હું પણ છું, તો Pls…’, આખરે કિંજલ દવેએ તોડ્યું મૌન

ફેમસ સિંગર કિંજલ દવેના ધ્રુવિન શાહ સાથે સગપણ બાદ બ્રહ્મ સમાજને વિરોધ નોંધાવ્યો છે. આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દ બ્રહ્મ સમાજે કિંજલ દવેના પરિવારનો વિરોધ કર્યો છે. અને કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો સમાજે નિર્ણય લીધો હતો. જે બાદ કિંજલ દવેઓ મૌન તોડ્યું છે.

કિંજલ દવેએ શું કહ્યું?

‘કહેવાતા મોડર્ન સમાજમાં અમુક 2-4 જે અસામાજીક તત્વો છે, કે જેઓ દીકરીઓ માટેના Rules & Regulation નક્કી કરશે. કે દીકરીઓની લિમિટ ક્યાં સુધી હોવી જોઇએ. શું એક દીકરીને પોતાનો લાઇફ પાર્ટનર ચુસ કરવાનો હક નથી. મારો પાર્ટનર પણ મને ખૂબ પ્રેમ કરે છે, હું જેવી છું તેવી, પણ મારો આદરથી સત્કાર કરે છે. તમામ બ્રહ્મ સમાજમાં જે લોકો શિક્ષિત છે, એ લોકોની હું વાત કરું છું, બાકીના લોકોના મગજમાં તો આ વાત નહીં ઉતરે. પણ જે લોકો શિક્ષિત છે, સમજું છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા 2-4 જે અસામાજીક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાત કરી રહ્યાં છે. પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો. નહીંતર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. હજુ સાટા પ્રથા ચાલે છે, જેની પીડિત હું પણ છું, જેની તમને બધાને ખબર છે. દીકરીઓના પૈસા લેવામાં આવે છે.’

સિંગર કિજલ દવેએ તા. 6 ડિસેમ્બર 2025 ના રોજ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ આજે કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજની બેઠક મળી હતી. જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજની મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી છે. તેને એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. તેઓ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે આજે કિંજલ દવેએ પોતાની સગાઈના કેટલાક ખુબસુરત ફોટોઝ ફેસબુક પર શેર કર્યા છે.

‘ચાર ચાર બંગડીવાળી’ સિંગરે જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી છે ત્યારે લોકો સોશિયલ મીડીયા પર તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તેમની આ સગાઈ સેરેમનીમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા.

આ સિવાય એક યુઝરે એમ પણ લખ્યું હતું કે, “પવન જેવી જોડી નો થાય”. ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ એપ્રિલ 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. પરંતુ વર્ષ 2023માં તે સગાઈ તૂટી ગઈ હતી. હવે લગભગ બે વર્ષ બાદ કિંજલ દવેએ ફરી એકવાર સગાઈ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button