Entertainment

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

મુંબઈમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘર પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડા તેમના બેસ્ટિયન રેસ્ટોરન્ટ અને કથિત કર ગેરરીતિઓ સંબંધિત નાણાકીય વ્યવહારોની તપાસનો એક ભાગ છે. આવકવેરા વિભાગ શિલ્પા શેટ્ટીના ઘર અને તેની સાથે સંકળાયેલા અન્ય સ્થળોએ દસ્તાવેજોની તપાસ કરી રહ્યું છે.

આ કેસમાં મુંબઈ તેમજ બેંગલુરુમાં દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં રેસ્ટોરાં અને સંકળાયેલી કંપનીઓના નાણાકીય રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગને હોટલ વ્યવસાયમાં રોકાણ, આવક અને કર ચૂકવણીમાં અનિયમિતતા હોવાની શંકા છે.

આવકવેરા વિભાગ નાણાકીય વ્યવહારો, દસ્તાવેજોની તપાસ કરી રહ્યું છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ, પુણે, બેંગલુરુ અને ગોવામાં બેસ્ટિયન નામથી ક્લબ અને રેસ્ટોરાં ચલાવતી બેસ્ટિયન હોસ્પિટાલિટીની તપાસ ચાલી રહી છે. મુંબઈ, પુણે અને બેંગલુરુમાં સર્ચની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત, પ્રમોટરોના રહેણાંક પરિસરમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આવકવેરા વિભાગ નાણાકીય વ્યવહારો, રોકાણો અને કર સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહ્યું છે. હાલમાં, શિલ્પા શેટ્ટી કે રાજ કુંદ્રા દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button