Top In Ahmedabad

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલની એન્યુઅલ ડેની ઉજવણી કરાઇ

વેદાંત પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એન્યુઅલ ડેની ઉજવણી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવતી હોય છે અને બાળકોને 1 ચોક્કસ થીમ ઉપર ડાન્સ, નાટક અને સ્પર્ધાઓમાં ભાગ લેવડાવવામાં આવે છે. આ વર્ષે વેવ્સ ઓફ સેરેનીટીની થીમ રાખવામાં આવી હતી જેનો મતલબ છે સુખ શાંતિ નો અનુભવ.

વેદાંતઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ ની 10 ફ્રેન્ચાઇઝી ના 5000 જેટલા બાળકોએ આ એન્યુઅલ ફંક્શનમાં ભાગ લીધેલો હતો.

આ પ્રસંગે પૂજા શાહ એ જણાવ્યું કે,

બાળકોએ સુખ શાંતિ અપાવે તેવી અને સાથે સાથે પ્લેન ક્રેશ અને પહલગામ જેવી થીમ પર ડાન્સ કરી શાંતિનો સંદેશ પાસ કર્યો હતો . આ ઉપરાંત જીવનમાં ભગવાનનું મહત્વ, નારી શક્તિ અને માતૃત્વ ઉપર પણ બાળકોએ ખૂબ જ સુંદર અભિનય કર્યા હતા.

હું વાલીઓની અને બાળકોની, સાથે સાથે અમારા ડિરેક્ટર મેમ, ડોક્ટર શ્રી ઋત્વિબેન વ્યાસ ની અને મારા સંપૂર્ણ સ્ટાફની આભારી છું કે તેઓએ પણ ખુબજ સરસ રીતે સાથ આપ્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button