ગુજરાતના ચાર મોટા શહેરોમાં મળી બોમ્બની ધમકી


ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેલનો સિલસિલો યથાવત છે. રાજ્યમાં સુરત,આણંદ,રાજકોટ અને અમદાવાદમાં કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ઈમેલ દ્વારા બોમ્બ મુક્યો હોવાની ધમકી અપાઈ. પોલીસે કોર્ટ પરિસરને ખાલી કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ – સુરત અને અમદાવાદ બાદ રાજકોટ કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બાર એસોસિએશનના વકીલોને કોર્ટ બિલ્ડીંગ ખાલી કરવા આદેશ કરાયો. તેના બાદ બૉમ્બ સ્કવોર્ડ સહિત પોલીસ કાફલો પહોંચ્યો…
સુરત ડિસ્ટ્રિક્ટ જર્જની સૂચના અનુસાર નયન સુખડવાલાએ તમામ વકીલોને માહિતી આપી હતી. માઇક દ્વારા એનાઉન્સ કરીને તમામ વકીલોને સુચના આપવામાં આવી હતી. હાલ બપોરે 1:00 વાગ્યા સુધી કોર્ટ પરિસરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજના કેસોને કોઈપણ પ્રકારની અસર થશે નહીં તેવી જાણકારી વકીલોને આપવામાં આવી, તો સરકારી વકીલ નયનભાઈ સુખડવાલાએ દ્વારા જાહેરાત કરતા ટ્રાફિક હળવો થયો હતો. વકીલ સરકારી કર્મચારી અને અન્ય લોકોને એક વાગ્યા પછી કોર્ટમાં આવવા સૂચના આપવામાં આવી. એક વાગ્યા સુધીમાં બૉમ્બ સ્કવૉડ ડોગ સ્કવૉડ તપાસણી પૂર્ણ કરી દેવામાં આવશે.




