ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે કરી મોટી બેઠક


ગાંધીનગરમાં પ્રસરેલા ટાઈફૉઈડના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પીવાના પાણીના ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ જ પાણીનું વિતરણ કરવામાં આવે.
મુખ્યમંત્રીએ પાણીની પાઈપલાઈનમાં થતા લીકેજને તાત્કાલિક રીપેર કરવા અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારીને દરેક વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચાડવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાઈને જરૂરી સૂચનો આપ્યા હતા. બેઠકમાં રાજ્યના ઉચ્ચ સચિવો અને આરોગ્ય વિભાગના તબીબો પણ હાજર રહ્યા હતા.
ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ટાઈફોઈડના કારણે 152 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના કારણે એક બાળકનું શંકાસ્પદ મોત થયાના સમાચાર મળી રહ્યા છે. મૃત્યુ થયાનો કોંગ્રેસનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સિવિલ સુપ્રિટેન્ડન્ટ મીતી પરીખે ટાઈફોઈડથી મૃત્યુ ન થયું હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેશનના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ જવાબદાર સામે કાર્યવાહી ન થાય તો કોર્પોરેશનના ઘેરાવાની ચીમકી જો કાર્યવાહી ન થાય તો કોંર્પોરેશનના ઘેરાવાની ચીમકી ઉચ્ચારી હતી.
ગાંધીનગરમાં ટાઈફોઈડથી મૃત્યુ થયાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના દાવા પર મનપા કમિશ્નર જે.એન.વાઘેલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ટાઈફોઈડના કારણે કોઈ મૃત્યું થયું ન હોવાનું મનપા કમિશ્નરે નિવેદન આપ્યું હતું. તેમજ હાલ ગાંધીનગર સિવિલમાં 113 લોકો એડમીટ છે. કોર્પોરેશન દ્વારા સઘન ઝુંબેસની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગરના 75 હજાર વ્યક્તિનો સર્વે કર્યો છે. તેમજ લીકેજની માહિતી હતી ત્યાં લીકેજ દૂર કરી દીધા છે. તેમજ ગાંધીનગરમાં કુલ 43 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. પાણીના સેમ્પલમાં કોઈ વાંધાજનક મળ્યું નથી.
ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિ પટેલે જણાવ્યું હતું કે, જ્યાં ડ્રેનેજની લાઈનો ભેગી થઈ ગઈ છે. તે વિસ્તારમાં હાલ પુરતું મનપા દ્વારા પાણીના ટેન્કરો આપો. જેથી એમને સ્વચ્છ પાણી પીવા મળે. મનપા દ્વારા 12 કલાકમાં આમ નહી કરવામાં આવે તો અમે જ્વલંત આંદોલન જીએમસી ખાતે કરવાના છીએ. આપણા માટે અને દેશ માટે ખરાબ દિવસ કહેવાય કે પાણીના કારણે એક ભૂલકાનું મૃત્યું થયું.
ટાઈફોઈડથી બચવાના ઉપાયો
- દિવસ દરમિયાન ચોખ્ખા પાણીના સેવન કરવું
- તાવના લક્ષણમાં ઉકાળેલા પાણીનો આગ્રહ રાખવો
- ફ્રિજમાં પડેલો વાસી ખોરાક લેવાનો ટાળવો
- બહારનો ખોરાક અને ઠંડા પીણાના સેવનને ટાળવું
- ઘરમાં બનાવેલો શુદ્ધ ખોરાક જ આહારમાં લેવો
- વધુ પડતો મસાલેદાર અને તળેલો ખોરાક ખાવાનું ટાળવું
- પેકેજ્ડ ફૂડનું સેવન કરવાનું પણ ટાળવું




