દિલ્લીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરી, પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પાર


અમદાવાદમાં દિલ્લી જેવી હવા પ્રદૂષણની સ્થિતિ થઇ રહી છે. અમદાવાદ શહેરની હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું છે. અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તાર છે જ્યાં સવારના સમયનું હવાનું પ્રદૂષણ 400ને પાર પહોંચ્યું છે. આ ખૂબ જ ગંભીર શ્રેણી ગણાય છે. અમદાવાદ સરેરાશ AQI 308ની આસપાસ છે. બોડકદેવનો AQI 342, સીપી નગરનો AQI 302 નોંધાયો છે. ગોતાનો AQI 322, જયઅંબે નગરનો AQI 424 છે. થલતેજનો AQI 464, નવરંગપુરા સ્ટેડિયમ 316 પહોંચ્યું છે.
ઠંડી સાથે દિલ્લીમાં હવા પ્રદૂષણનો પર માર
CREA વિશ્લેષણ મુજબ, દિલ્હી અને NCR ના શહેરો ગંભીર વાયુ પ્રદૂષણનો અનુભવ કરી રહ્યા છે. PM2.5 અને PM10 નું સ્તર ધોરણ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. દેશના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી આઠ NCRમાં છે, જેમાં દિલ્હીમાં PM10નું સ્તર સૌથી વધુ છે. પ્રદૂષણસિઝનલ નથી, પરંતુ તે આખા વર્ષ દરમિયાન રહે છે.
સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA) ના નવા વિશ્લેષણ મુજબ, દિલ્હી અને NCR ના અન્ય શહેરોમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર છે. PM2.5 અને PM10 બંનેનું સ્તર આ શહેરોમાં ધોરણ કરતા ઘણું વધારે છે. વર્ષ 2025 માટે PM2.5 મૂલ્યાંકન મુજબ, દિલ્હી દેશનું બીજું સૌથી પ્રદૂષિત શહેર છે અને ગાઝિયાબાદ ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર છે. 10 પ્રદૂષિત શહેરોમાંથી આઠ NCR માં છે. દરમિયાન, દિલ્હી, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં PM10 નું સ્તર સૌથી વધુ છે.
PM 2.5 સ્તરની દ્રષ્ટિએ, બુર્નિહાટ (આસામ), દિલ્હી અને ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ) દેશના ટોચના ત્રણ પ્રદૂષિત શહેરો છે, જ્યાં વાર્ષિક સ્તર અનુક્રમે 100 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર, 96 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર અને 93 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર છે.




