ડૉનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવશે ભારત ? અમેરિકી રાજદૂતે PM મોદી-ટ્રમ્પની મિત્રતાને લઈ કહી મોટી વાત


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના વિશ્વાસુ સર્જિયો ગોરે ભારતમાં અમેરિકાના રાજદૂતનું પદ સંભાળ્યું છે. આ પદ સંભાળ્યા પછી ગોરે ભારત-અમેરિકા સંબંધો અંગે અનેક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી એક કે બે વર્ષમાં ભારતની મુલાકાત લેશે. વધુમાં, ગોરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેના સંબંધો અને ભારત-અમેરિકા સંબંધો અંગે અનેક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે.
PM મોદી અને ટ્રમ્પની સાચી મિત્રતા – સર્જિયો ગોર
અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે પણ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેના સંબંધો વિશે વાત કરી છે. તેમણે કહ્યું, “મેં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દુનિયાભરમાં પ્રવાસ કર્યો છે અને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે ડોનાલ્ડ ટ્રમ્પની પીએમ મોદી સાથેની મિત્રતા સાચી છે. અમેરિકા અને ભારત માત્ર સહિયારા હિતો દ્વારા જ નહીં પરંતુ મજબૂત સંબંધ દ્વારા પણ જોડાયેલા છે.” સાચા મિત્રો અસહમત હોઈ શકે છે, પરંતુ તેઓ હંમેશા અંતમાં તેમના મતભેદો ઉકેલે છે.”
ભારતમાં યુએસ એમ્બેસેડરનું પદ સંભાળ્યા પછી સર્જિયો ગોરે કહ્યું, “મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારતને આવતા મહિને પેક્સસિલિકામાં સંપૂર્ણ સભ્ય તરીકે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવશે.” તેમણે ઉમેર્યું, “હું આજે તમારી સાથે ગયા મહિને યુનાઇટેડ સ્ટેટ્સે શરૂ




