Top In Ahmedabad

અમદાવાદમાં બેંક કર્મચારીઓ રેલી કરી હડતાળમાં જોડાયા, અઠવાડિયામાં 5 દિવસ કામની માગ

 દેશભરમાં આજે સરકારી બેંકોમાં કર્મચારીઓએ હડતાળ રાખી છે. બેંક કર્મચારીઓનું યુનિયન લાંબા સમયથી 5 દિવસના અઠવાડિયાની માંગ કરી રહ્યું છે ત્યારે આજે આ માંગણીને લઈને દેશવ્યાપી હડતાળ રાખવામાં આવી છે. ત્યારે અમદાવાદની બેંકોમાં પણ કર્મચારીઓએ હડતાળ રાખી છે.

યુનાઇટેડ ફોરમ બેંક યુનિયન્સ (UFBU) એ આ હડતાળનું આહ્વાન કર્યું છે. જેના લીધે દેશભરમાં બેંકિંગ સેવાઓને અસર થશે. ત્યારે અમદાવાદમાં પણ બેંક કર્મચારીઓએ રેલી કરીને વિરોધ કર્યો. SBI સહિત તમામ નેશનલ બેંકના કર્મચારીઓ રેલીમાં જોડાયા. શહેરમાં મોટી સંખ્યામાં બેક કમર્ચારીઓએ હડતાળમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો.

યુનિયનની મુખ્ય ડિમાન્ડ છે કે બેન્કમાં અઠવાડિયામાં 5 દિવસ કામ અને 2 દિવસની રજા માટેની વ્યવસ્થા લાગુ કરવામાં આવે. UFBUનું કહેવું છે કે માર્ચ 2024 માં ભારતીય બેંક સંઘ (IBA) ની સાથે થયેલા વેતન સંશોધન સમજૂતીમાં તમામ શનિવારે રજા આપવાની સહમતિ થઈ હતી પરંતુ ત્યારે તેને લાગુ કરવામાં આવ્યું નહોતું. આ વિલંબના વિરોધમાં બેંક કર્મચારી હડતાળ પર જઈ રહ્યા છે.

બેંક યુનિયને સ્પષ્ટ કર્યું છે કે પાંચ દિવસ કામ વ્યવસ્થા લાગુ કરવાથી કામના કલાકો પર અસર નહીં થાય. યુનિયનનું કહેવું છે કે કર્મચારી સોમવારથી શુક્રવાર સુધી રોજ લગભગ 40 મિનિટ વધુ કામ કરવા માટે તૈયાર છે જેથી અઠવાડિયાના કુલ સમયમાં કોઈ ઘટાડો ના થાય. આ પ્રસ્તાવ સરકારને મોકલી દેવામાં આવ્યો છે. પંરતુ છેલ્લા 2 વર્ષમાં આના પર કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી.

આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેંકો ભાગ લેશે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI, પંજાબ નેશનલ બેંક PNB, બેંક ઓફ બરોડા BOB, બેંક ઓફ ઇન્ડિયા BOI, કેનેરા બેંક, ઇંડિયન બેંક, યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇંડિયન ઓવરસિઝ બેંક, યૂકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ટ સિંધ બેંક સહિત તમામ સાર્વજનિક સેક્ટરની બેંકો સામેલ છે. ઘણા શહેરોમાં બેંક કર્મચારીઓ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો અમારી ડિમાન્ડ પૂરી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button