Top In Ahmedabad

ગોમતીપુર વોર્ડના વિકાસની સિદ્ધિઓ અને ભવિષ્યના સંકલ્પોની એક સુંદર ઝલક આપતા આમ આદમી પાર્ટીના ગોમતીપુરના ઉમેદવાર શ્રી અમઝદ ખાન પઠાણ

oplus_0


હું અમજદ ખાન ગોમતીપુર વોર્ડનો ભૂતપૂર્વ કોર્પોરેટર અને આગામી ચૂંટણીનો ઉમેદવાર, આજે તમામ મીડિયા સમક્ષ મારી વાત રજૂ કરું છું.

  1. શિક્ષણના ક્ષેત્રમાં ઐતિહાસિક કામગીરી
    જ્યારે હું કોર્પોરેટર હતો, ત્યારે સુંદરનગરમાં પાત્રેવાળી શાળા હતી. મેં તે શાળાને મોડલ સ્કૂલના ડિઝાઇનમાં બનાવી – સંપૂર્ણ રમતનું મેદાન, તમામ સુવિધાઓ સાથે. આજે જે સરકારી શાળાઓ ‘દિલ્હી મોડલ’ તરીકે બતાવવામાં આવે છે, તેવી શાળા મેં મારા સમયમાં બનાવી હતી.

2010માં મેં આ શાળા 8મા ધોરણ સુધી શરૂ કરી. પરંતુ મારા પછીના કોર્પોરેટરોએ તેમાં કોઈ વધારો કર્યો નથી.

હવે હું વચન આપું છું – 2026માં કોર્પોરેટર બન્યા બાદ
દર વર્ષે એક ધોરણ વધારીશ – 9મું, 10મું, 11મું અને 12મું ધોરણ શરૂ કરીશ.

તે જ શાળાના કેમ્પસમાં બાળમંદિરની વ્યવસ્થા નહોતી, મેં ત્યાં બાળમંદિર પણ બનાવી.

  1. શારદાબેન હોસ્પિટલનો ક્રાંતિકારી વિકાસ
    શારદાબેન હોસ્પિટલ બની તો હતી પરંતુ સીલ લાગેલી હતી. મેં તે હોસ્પિટલ ખોલી અને કાર્યરત કરી.

આજે ત્યાં નીચેના વોર્ડ અને ઓપરેશન થિયેટર કાર્યરત છે:

સર્જિકલ વોર્ડ

સર્જિકલ OT

પ્લાસ્ટિક સર્જરી વોર્ડ

મેલ સર્જિકલ વોર્ડ

પેડિયાટ્રિક વોર્ડ

જનરલ OT

OPD

CT સ્કેનનો પ્રસ્તાવ મૂકીને હું કાર્યરત કરાવ્યું.
લોકોને MRIની જરૂર પડતી ત્યારે સિવિલ હોસ્પિટલ કે VS હોસ્પિટલ જવું પડતું. મેં શારદાબેન હોસ્પિટલમાં MRIની વ્યવસ્થા કરી.

રેડિયોલોજી વિભાગની દશા એવી હતી કે ડૉક્ટરે સોનોગ્રાફી લખી તો 15-20 દિવસ પછી તારીખ મળતી. ત્યાં સુધીમાં દર્દી ક્યાંક મૃત્યુ પામતો કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ લેતો. આ મોટું કામ મારી સાથે શારદાબેન હોસ્પિટલમાં થયું.

  1. ગોમતીપુર વિસ્તારમાં પાર્ટી પ્લોટની સુવિધા
    ગોમતીપુર વિસ્તારમાં લગ્ન માટે લોકો રસ્તા પર તંબુ બાંધીને શાદી કરતા હતા.
    2011માં મેં અહીં એક પાર્ટી પ્લોટ બનાવ્યો. આજે પણ ત્યાં માત્ર એક જ છે. હું પ્રયત્ન કરીશ કે આ વિસ્તારમાં ઓછામાં ઓછા 3 નવા પાર્ટી પ્લોટ બને.
  2. કબ્રિસ્તાનમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ
    જે વોર્ડનો હું કોર્પોરેટર નહોતો, તે વોર્ડમાં એક કબ્રિસ્તાન હતું જ્યાં પાણી ભરાઈ જતું અને જનાજા તરતા રસ્તા પર આવી જતા – આ એક શરમનાક ઘટના હતી. ત્યાંના લોકોની ધાર્મિક લાગણી દુભાતી હતી.

ત્યાં પ્રથમ વખત પરફોરેટિંગ વોલ સિસ્ટમનો ટેન્ડર ભરીને હું સ્થાપિત કરી. આજ સુધી તે કબ્રિસ્તાનમાં પાણી ભરાતું નથી.

  1. નળ, ગટર, પાણી, લાઇટની વ્યવસ્થા – અને નવો સંકલ્પ
    મેં મારા સમયમાં અન્ય વિસ્તારોમાં પણ નળ, ગટર, પાણી, લાઇટની વ્યવસ્થા સારી માત્રામાં કરી હતી. પરંતુ મારા પછીના સમયમાં આ બધી જ વ્યવસ્થાઓ જર્જરિત થઈ ગઈ છે. તેના પર કોઈ નવું કામ થયું નથી.

હું આજે વચન લઉં છું –
જો તમે મને કોર્પોરેટર બનાવશો, તો સમગ્ર ગોમતીપુર વોર્ડમાં નળ, ગટર, બત્તી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા હું કાયમ માટે ખતમ કરીશ.

જે રીતે અમદાવાદના અન્ય વોર્ડ – નરણપુરા, બોપલ, અંબલી – અને આપણા નજીકના વિસ્તારો – રામોલ, વસ્ત્રાલ, ઇન્ડિયા કોલોની જેવા વોર્ડમાં સુવિધાઓ છે, તેવી જ સુવિધાઓ ગોમતીપુરમાં સ્થાપિત કરીશ.

  1. બાળકો અને વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા
    બાળકો માટે રમવા-કૂદવાનું મેદાન

વૃદ્ધો માટે વૉકિંગ સ્ટ્રીટ અને ગેઝેબો

આ વ્યવસ્થા કરીશ, જેથી તમામ વર્ગના લોકો પોતાને સાચવી શકે અને એક સારા ભારતીય નાગરિકની જેમ તે તમામ સુવિધાઓનો લાભ લઈ શકે, જેના માટે તેઓ ટેક્સ ભરે છે.

અંતમાં…
હું આજે ફરી વચન આપું છું કે 2026ની ચૂંટણીમાં મને કોર્પોરેટર બનાવો, હું ગોમતીપુરનો ચહેરો બદલી નાખીશ.

જય હિન્દ, જય ગુજરાત.

અમજદ ખાન

ગોમતીપુર (વોર્ડ નં. ૩૮)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button