અરબોની સંપત્તિ અને 28 કેરેટના હીરા! 5 વર્ષમાં 50 કરોડની વધી અજિત પાવરની સંપત્તિ


મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ અજિત પવાર હવે રહ્યા નથી. બુધવારે 66 વર્ષની વયે વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું. મહારાષ્ટ્રના બારામતી નજીક તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. 6 વખત નાયબ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા અજિત પવારને મહારાષ્ટ્રના સૌથી ધનિક રાજકારણીઓમાંના એક માનવામાં આવતા હતા. તેમની કુલ સંપત્તિ સૂચવે છે કે તેઓ 124 કરોડ (આશરે $1.24 બિલિયન) થી વધુની સંપત્તિ પાછળ છોડી ગયા છે.
NCP નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને લઈ જતા વિમાનમાં એક મોટો અકસ્માત થયો. બુધવારે સવારે મહારાષ્ટ્રના બારામતીમાં લેન્ડિંગ કરતી વખતે વિમાન ક્રેશ થયું. તેઓ એક કાર્યક્રમ માટે બારામતી જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું છે. સ્વર્ગસ્થ અજિત પવાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ નાયબ મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ ધરાવતા હતા. તેમણે 2024ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચમાં દાખલ કરેલા સોગંદનામામાં પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો. Myneta.com પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમના ચૂંટણી સોગંદનામાને ટાંકીને, 12મા ધોરણ સુધી અભ્યાસ કરનારા અજિત પવારની કુલ સંપત્તિ આશરે ₹124 કરોડ હતી. જ્યારે તેમના પર દેનદારી 21.39 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.




