GUJARAT

3 ફેબ્રુઆરી સુધી આ રાજ્યમાં વરસશે કમોસમી વરસાદ, જાણો ક્યાં પડશે કાતિલ ઠંડી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એક્ટિવ થવાના કારણે  હવામાન ફરી એકવાર બદલાશે. શનિવારથી 3 ફેબ્રુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત વરસાદની શક્યતા છે. પર્વતીય રાજ્યોમાં પણ બરફવર્ષા થઈ શકે છે. તેજ પવન પણ ફૂંકાશે, જેનાથી ઠંડીમાં વધારો થઈ શકે છે. સવાર દરમિયાન કેટલીક જગ્યાએ ગાઢ ધુમ્મસની પણ અપેક્ષા છે. 5-7 ફેબ્રુઆરી દરમિયાન બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ  થઈ શકે છે જે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. શુક્રવારે, દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં હવામાન સ્વચ્છ રહ્યું, તડકો હતો અને ઠંડી ઓછી અનુભવાઈ હતી.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીથી આંશિક રાહતની શક્યતા છે.  સરેરાશ તાપમાન 13 થી 15 ડિગ્રીની વચ્ચે રહેવાનો અંદાજ છે. થોડા દિવસ માટે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. દિવસે ગરમી જ્યારે રાત્રે ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે. 

હવામાન વિભાગના તાજા અપડેટ મુજબ, ઉત્તર પૂર્વ ઈરાન ઉપર ચક્રવાતી હવા સાથે  એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ  થયું છે. બીજું વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ   5 ફેબ્રુઆરીથી  એક્ટિવ  થવાનું છે. 31 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરી સુધી વરસાદ અને બરફવર્ષા હિમાચલ પ્રદેશમાં થઇ શકે છે. રાજસ્થાનમાં ઠંડી હવાના કારણે વધુ ઠંડી અનુભવાશે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button