National

બજેટ 2026:દેશમાં બનશે 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર, આ શહેરના નામ સામેલ, બજેટમાં મોટું એલાન

Oplus_131072

બજેટમાં દિલ્હી-વારાણસી સહિત 7 હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે. બનારસ અને પટનામાં જહાજને રીપેર કરવાની સુવિધા સ્થાપિત કરવામાં આવશે

બજેટમાં દિલ્હી-વારાણસી સહિત 7 હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે.

આ 7 રૂટ હશે:

મુંબઈથી પુણે
પૂણેથી હૈદરાબાદ
હૈદરાબાદથી બેંગલુરુ
હૈદરાબાદથી ચેન્નાઈ
ચેન્નાઈથી બેંગલુરુ
દિલ્હીથી વારાણસી
વારાણસીથી સિલિગુરિ

દિલ્હી-વારાણસી, વારાણસી-સિલિગુરિમાં પણ હાય સ્પીડ રેલ કોરિડોર બનશે. 5 વર્ષમાં 5 ઔદ્યોગિક ક્ષેત્રોમાં કાર્બન કેપ્ચર માટે 20 હજાર કરોડનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ બજેટ ભાષણમાં જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ 2026-27 માટે કેપેક્સ વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરી દેવાયો છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, “અમે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 શરૂ કરીશું અને ટેકનોલોજી અને સ્કિલ્ડ વર્કફોર્સ ડેવલપ કરવા માટે ઇન્ડસ્ટ્રી-લેડ રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર્સ પર પણ ફોકસ કરીશું.” સેમિકન્ડક્ટર મિશન 2.0નો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતીય આઇપીના પૂર્ણ-સ્કેલ પાઇપલાઇન માટે તૈયાર ઉપકરણો અને સામગ્રીનું ઉત્પાદન કરવાનો હશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button