Business

 અમેરિકા સાથે ટ્રેડ ડીલ, એક જ દિવસમાં રુપિયામાં સૌથી મોટો ઉછાળો   

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)  સોમવારે મોડી રાત્રે ભારત સાથે વેપાર કરારની જાહેરાત કરી, જેમાં ભારત પર ટેરિફ ઘટાડીને 18% કરવામાં આવ્યો. આ મહત્વપૂર્ણ જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં અદભુત ઉછાળો જોવા મળી રહ્યો છે. રોકાણકારોની સંપત્તિમાં આશરે ₹20 લાખ કરોડનો વધારો થયો છે. સોના અને ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આ દરમિયાન, ભારતીય રૂપિયો પણ ઝડપથી વધ્યો છે અને ₹90 ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. ભારતીય રુપિયો મંગળવારે  અમેરિકી ડૉલરના મુકાબલે 112 પૈસા વધીને  90.39 પર ખુલ્યો, જે સોમવારે 91.51 પર બંધ થયો હતો.  ભારત-અમેરિકા વેપાર કરારની જાહેરાતથી ચલણમાં પોઝિટિવિટી આવી છે. આને રૂપિયામાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો માનવામાં આવે છે, અને વધુ ઉછાળાની અપેક્ષા છે.

સોમવારે પણ આવી હતી તેજી 

સોમવારે, રૂપિયો 42 પૈસા વધીને 91.51 (કામચલાઉ) પર બંધ થયો, જે દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક રૂપિયા અને માર્કેટનું બોટમ સોમવારે  જ બની ગયું હતું.  આજની તેજી બાદ રૂપિયાના વર્ષ- દર વર્ષમાં  ઘટાડો ઓછો થયો છે. 2026માં ભારતીય ચલણમાં માત્ર 0.56 %નો ઘટાડો થયો છે અને એક જ વર્ષમાં 4.55 %નો ઘટાડો થયો છે. 

આજે સ્થાનિક શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. બજારમાં લિસ્ટેડ મુખ્ય કંપનીઓના શેર 10 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. મંગળવારે  BSE સેન્સેક્સ 3656.74 પોઈન્ટ (4.48%) ના મજબૂત ઉછાળા સાથે 85,323.20 પોઈન્ટ પર ખુલ્યો અને નિફ્ટી 1219.65 પોઈન્ટ (4.86%) ના બમ્પર ઉછાળા સાથે 26,308.05 પોઈન્ટ પર ખુલ્યો.  મંગળવારે સવારે 11.25  વાગ્યા સુધીમાં બજારમાં અગ્રણી કંપનીઓમાંની એક  અદાણી એન્ટરપ્રાઇઝ 10.76  ટકાના સૌથી વધુ વધારા સાથે ટ્રેડ કરી રહી હતી.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે એક ટ્રેડ કરાર કરવાની જાહેરાત કરી હતી જેમાં ભારતીય માલસામાન પર ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદી ઘટાડી દીધી હોવાથી રશિયા પર લાદવામાં આવેલ 25 ટકા ટેરિફ પણ દૂર કરશે. જોકે, આના માટે ભારતે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરવું પડશે.            

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button