સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા AAPને ઝટકો, રાજુ કરપડાએ આપ્યું રાજીનામુ, જાણો કારણ


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAPના કિસાન સેલના અધ્યક્ષ રાજુ કરપડાએ આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અગાઉ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ AAPમાંથી રાજીનામું આપી ચૂક્યા છે
રાજુ કરપડાએ પાર્ટીનો આભાર માની આજે કેજરીવાલને રાજીનામું મોકલ્યું છે. તેઓ 5 વર્ષથી AAPમાં સક્રિય હતા. હાલ તેમણે રાજીનામુ આપવા માટે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો છે, જો કે ગોપાલ ઈટાલિયા સાથે નારાજગીના કારણે રાજીનામું આપ્યાની ચર્ચા પણ છે. રાજુ કરપડાની કડદા પ્રથાને લઈને થયેલા વિવાદમાં ધરપકડ થઈ હતી. કિસાન આંદોલનમાં થયેલી બબાલને લઈ તાજેતરમાં જેલમુક્ત થયા હતા. રાજુ કરપડા હડદડ ગામે થયેલી હિંસા બાદ વધુ ચર્ચામાં આવ્યા હતા.
રાજુ કરપડાએ રાજીનામાનો પત્ર સોશલ મીડિયામાં જાહેર કર્યો છે. પાર્ટીમાં ઝુઝારૂ નેતા તરીકેની રાજુ કરપડાની ઓળખ છે .પાંચ વર્ષથી આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા સક્રિય હતા. રાજુ કરપડા 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી AAPના ઉમેદવાર હતા. રાજુ કરપડા આમ આદમી પાર્ટીની કિસાન વિંગના પ્રમુખ હતા.આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પણ હતા.



