રાજ્યના 9 શહેરોની પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલ મળતા જ ખળભળાટ મચ્યો


રાજ્યના 9 શહેરોની પોસ્ટ ઓફિસ અને વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેલથી ધમકી મળી હતી. વડોદરાના વાઘોડિયામાં આવેલી પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી મળ્યો ઈ-મેઈલ મળ્યો છે..અજાણ્યા આઈડી મારફતે પારુલ યુનિવર્સિટીના મેનેજમેન્ટને ઈ-મેઈલ આવ્યો..આ યુનિવર્સિટીમાં વિદેશી અને દેશભરમાં આવીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે…બોમ્બની ધમકીને લઈને જિલ્લા પોલીસે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સઘન તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ મળ્યો..જેને લઈને પોલીસે બંને કચેરીમં ચેકિંગ હાથ ધર્યુ હતુ.પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈને પોસ્ટ ઓફિસની મુલાકાત લેનારાઓમાં પણ ફફડાટ ફેલાયો હતો… એસઓજી અને સ્થાનિક પોલીસે પોસ્ટ ઓફિસના બિલ્ડિંગમાં સઘન ચેકિંગ હાથ ધર્યુ
ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી
ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસે તાપસ હાથ ધરી હતી.ઈ-મેઈલ દ્વારા મળેલી ધમકી બાદ પોલીસ, ફાયર, એસઓજી, એલસીબી, બૉમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ સહિતનો કાફલો પોસ્ટ ઓફિસે પહોંચ્યો અને આખી પોસ્ટ ઓફિસ ખાલી કરાવીને ચેકિંગ હાથ ધર્યુ હતુ.થોડી વાર માટે પોસ્ટ ઓફિસ પાસેનો રસ્તો પણ બંધ કરી દેવાયો હતો.
જુનાગઢની પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
જુનાગઢમાં પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ હતી.આજે સવારે ઈ-મેઈલના માધ્યમથી
જૂનાગઢને મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.જેથી પોલીસે પોસ્ટ ઓફિસને બંધ કરી ડોગ સ્કવોર્ડ, એફએસએલની ટીમે તપાસ હાથ ધરી હતી.પોસ્ટ ઓફિસ ને ખાલી કરાવી દેતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
રાજકોટની પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજકોટમાં પણ પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી..જેના કારણે બંને કચેરીઓને ખાલી કરાવવામાં આવી હતી..બોમ્બની ધમકીને લઈને ફાયર વિભાગ, બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી..જોકે હાલ કઈ પણ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો.
ગોધરાની પાસપોર્ટ અને પોસ્ટઓફિસ ઉડાવી દેવાની ધમકી
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આજે (10મી માર્ચ) ખળભળાટ મચી ગયો હતો. ગોધરાની મુખ્ય પોસ્ટ ઓફિસ અને તેની સાથે જોડાયેલા પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઈમેલ મળતા જ ઓફિસમાં દોડધામ
માહિતી અનુસાર, ગોધરા પોસ્ટ ઓફિસના સત્તાવાર મેઈલ આઈડી પર એક ઈમેલ પ્રાપ્ત થયો હતો, જેમાં બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને લઈને ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા.
અમરેલી પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી
અમરેલીની પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. તો બીજી તરફ ઈ-મેલ મળતા ઓફિસમાં આવેલા નાગરિકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ગોધરા બી-ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવીને ઘેરાબંધી કરી લીધી હતી. પોલીસે બિલ્ડિંગના ખૂણેખૂણે તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી રહી છે.




