ગુજરાતી ફિલ્મ “મર્મ – એક ભેદ”નું ભવ્ય પ્રીમિયર 13 માર્ચ 2026ના રોજ યોજાયું


ગુજરાતી ફિલ્મ “મર્મ – એક ભેદ”નું ભવ્ય પ્રીમિયર 13 માર્ચ 2026ના રોજ PVR Cinemas Thaltej, Ahmedabad ખાતે યોજાયું હતું. ફિલ્મના પ્રીમિયર પ્રસંગે ફિલ્મ સાથે જોડાયેલા નિર્માતા, દિગ્દર્શક અને સ્ટારકાસ્ટની ઉપસ્થિતિએ કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો.
ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં Mir Hanif, Vaishakhi Shah, Parmeshvar Sirsikar, Grancy Kaneria અને Khoto Sikko જોવા મળે છે. ફિલ્મનું દિગ્દર્શન Kanu Prajapati દ્વારા કરવામાં આવ્યું છે અને વાર્તા Nayan Bhil દ્વારા લખાઈ છે.
ફિલ્મના પ્રોડ્યુસર Manish A Shah, Sujal M Shah અને Shailesh R Dodia છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે અને ડાયલોગ Kanu Prajapati અને Nayan Bhil દ્વારા લખાયા છે. ફિલ્મના D.O.P. Shailesh R Dodia છે જ્યારે એડિટિંગ Kanu Prajapati અને Shailesh R Dodia દ્વારા કરવામાં આવ્યું છે.
પ્રીમિયર શોમાં ઉપસ્થિત મહેમાનો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોએ ફિલ્મને સરાહનીય પ્રતિસાદ આપ્યો હતો. ફિલ્મનો રહસ્યમય વિષય અને થ્રિલિંગ રજૂઆત દર્શકોને ખાસ આકર્ષે તેવી છે.
“મર્મ – એક ભેદ” હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે અને દર્શકોને એક અનોખો સિનેમેટિક અનુભવ આપવા તૈયાર છે.