GUJARAT

રાજ્ય પર વધુ એક સંકટ, 22 માર્ચે વધુ એક સિસ્ટમ થશે એક્ટિવ, કમોસમી વરસાદનું એલર્ટ

 IMD મુજબ, હાલમાં દેશમાં  પાંચ હવામાન સિસ્ટમ એક્ટિવ છે.   પરિણામે, રાજ્યમાં વરસાદ, તોફાન અને કરા પડયાં છે.  હવામાન વિભાગની વધુ એક આગાહીએ ચિંતા વધારી છે.  22 માર્ચ પછી એક નવી સિસ્ટમ સક્રિય થશે. હવામાન વિભાગ અનુસાર,  અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે  હવામાનમાં ફરી એકવાર પલટો આવશે,. આ સિસ્ટમની અસર, ખાસ કરીને ગુજરાત ઉત્તર મધ્યપ્રદેશ રાજસ્થાન પર અનુભવાઈ શકે છે.  આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં હવામાન આંશિક રીતે અસ્થિર રહેશે. દિવસના તાપમાનમાં વધારો થશે, અને સાંજે વાદળો ઘેરાશે અને ઘૂળ ભરી આંઘી સાથે  ગાજવીજ સાથે છૂટછવાયો વરસાદ વરસી શકે છે. 

હવામન  વિભાગની આગાહી મુજબ 22 માર્ચે એક સિસ્ટમ આકાર લેશે જે એક્ટિવ થતાં 25 માર્ચ બાદ ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને તાપમાનો પારો ગગડશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. 

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે, રાજ્યમાં હજુ પણ આગામી કલાકોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં બરબાદીનો વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલી જિલ્લાના બગસરામાં સૌથી વધુ 1.61 ઈંચ વરસાદ નોંધાયો છે. ચોટીલામાં 1.54 ઈંચ, રાજકોટ અને ભેસાણમાં 1.38 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપલેટા, ધોરાજી અને ઓખા જેવા વિસ્તારોમાં આશરે 20 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સાવરકુંડલા, ચુડા, મુંદ્રા, લોધિકા, લાલપુર અને વિસાવદર જેવા વિસ્તારોમાં પણ મધ્યમ પ્રમાણમાં વરસાદ નોંધાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button