અલવિદા આશાતાઈ:92 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, આવતીકાલે શિવાજી પાર્કમાં થશે અંતિમ સંસ્કાર


ભારતીય સંગીત જગત માટે આજે એક યુગનો અંત આવ્યો છે. દાયકાઓ સુધી પોતાના મખમલી અવાજથી કરોડો દિલો પર રાજ કરનાર સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. સંગીત જગતની આ ‘આશા’ એ આજે મુંબઈની જાણીતી બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
આશા ભોસલે છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે તેમની તબિયત વધુ લથડી હતી, અને ડોક્ટરોના તમામ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નથી. તેમના નિધનના સમાચાર વહેતા થતા જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સહિત સમગ્ર દેશમાં શોકની લહેર ફરી વળી છે.
મળેલી માહિતી મુજબ આશા ભોસલેના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે. આવતીકાલે સાંજે 4 વાગે મુંબઈના સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેમાં રાજકીય નેતાઓ અને બોલિવૂડની મોટી હસ્તીઓ હાજર રહે તેવી શક્યતા છે.




