GUJARAT

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, કંડલા 45.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર

ગુજરાતમાં ઉનાળાની તીવ્રતા દિવસેને દિવસે વધતી જઈ રહી છે અને રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ ગંભીર બનતો જાય છે. તાજેતરના હવામાન આંકડાઓ દર્શાવે છે કે, અનેક શહેરોમાં તાપમાન 44 ડિગ્રીથી વધુ પહોંચી ગયું છે, જેના કારણે સામાન્ય જનજીવન પર સીધી અસર પડી રહી છે. ખાસ કરીને કંડલા ખાતે 45.2 ડિગ્રી તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ગરમ સ્થળ બની ગયું છે, જ્યારે અમદાવાદ, રાજકોટ અને અમરેલી જેવા શહેરો પણ તાપમાનના ઊંચા આંકડાઓ નોંધાયા છે.

આ સાથે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગરમ પવનો અને લૂના કારણે બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ખૂબ જ ઓછી થઈ ગઈ છે. લોકો અનાવશ્યક બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે શહેરમાં કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળે છે. આ જ સ્થિતિ અન્ય શહેરોમાં પણ જોવા મળી રહી છે, જ્યાં ગરમીના કારણે લોકો ઘરમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ હીટવેવનો વ્યાપક પ્રભાવ જોવા મળી રહ્યો છે. સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી લોકોને બફારાનો અનુભવ થાય છે. આ પરિસ્થિતિમાં તાપમાન વધવાનું હજુ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ક્યાં કેટલું તાપમાન ?

  • કંડલામાં 45.2 ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપામાન
  • અમરેલીમાં 44.5 ડિગ્રી તાપામાન
  • વડોદરામાં 43 ડિગ્રી તાપમાન
  • ભાવનગરમાં 41.6 ડિગ્રી તાપામાન
  • ભૂજમાં 43. 8 ડિગ્રી તાપમાન
  • ડીસામાં 42.8 ડિગ્રી તાપામાન
  • ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 44.4 ડિગ્રી તાપામાન
  • સુરતમાં 41.6 ડિગ્રી તાપમાન

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button