BEHRUPIYO (બહેરૂપિયો – ગુજરાતી) Film Review


સસ્પેન્સ હોરર અને થ્રિલર પ્રકાર ની ગુજરાતી ફિલ્મ ‘બહેરૂપિયો’ એટલે કૈક નવીન કરવા નો પ્રયત્ન. ગુજરાતી સિનેમા કેટલાક વર્ષો થી ભિન્ન ભિન્ન પ્રકાર ની સ્ટોરીલાઇન સાથે બની રહી છે અને આ ફિલ્મ પણ સાચે માં જ દર્શકો ને મનોરંજન ની થાળી માં કૈક જુદું પીરસવા નો પ્રયાસ કરે છે. ફિલ્મ ની સ્ટારકાસ્ટ જ જબરજસ્ત હોવા થી અને ફિલ્મ ના ટ્રેલર એ પહેલે થી જ ગુજરાતી સિનેમા ના દર્શકો માં ઉત્કંઠા / ઉત્સુકતા જગાવી હોવા થી આ ફિલ્મ લોકો ને થીએટર સુધી આકર્ષવા માં તો જરૂર થી સફળ થવા ની. શરૂઆત માં કલાકારો વિષે લખું તો કિંજલ રાજપ્રિય, જયેશ મોરે, મૌલિક ચૌહાણ, ડેનિશા ઘુમરા, જાનકી બૉડીવાલા, નીતા પર્યાની, આકાશ આહુજા, બિમલ ત્રિવેદી, આશિમા વરદાન, વૈશાખ રાઠોડ અને દીપ શેઠ એમ તમામ મંજાયેલા અને પ્રસિદ્ધ કલાકારો નો કાફલો આ ફિલ્મ માં છે.
ફિલ્મ ની વાર્તા રસપ્રદ અને રહસ્યમયી છે. ત્રણ પાત્રો શહેર માંથી પોતાના ગામડે અમુક દિવસો માટે આવે છે. પણ ગામડા ના પોતાના ઘર માં ભૂત પ્રેત નો વાસ હોવા થી આ લોકો પોતાનો સ્ટે એક આલીશાન રિસોર્ટ માં રાખે છે. હવે આ ગામડું શાપિત છે અને દંતકથા સ્વરૂપે આ ગામ માં જો કોઈ જોડિયા બાળકો જન્મે તો એક માં દૈવી અને બીજા માં અસૂરી શક્તિ ઉત્પન્ન થતી હોવા થી બંને માંથી એક બાળક નું મૃત્યુ પામવા નું નક્કી હોય છે. તો આ ફિલ્મ માં એક ટ્રેક આ દંતકથા નો છે. બીજા ટ્રેક માં પેલા રિસોર્ટ માં રહસ્યમયી ઘટનાઓ થવા લાગે છે અને આ ઘટનાઓ નો ભોગ બનેલા વ્યક્તિ ના હાથ માં એક અજીબ પ્રકાર નો માર્ક / ચિન્હ જોવા મળે છે. તો આ દંતકથા નો વર્તમાન જોડે શું સંબંધ છે? બહેરૂપિયો કોણ છે? અને પેલા માર્ક / નિશાન નું શું? આ બધા સવાલો ના જવાબો જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી જ રહી.
ફિલ્મ ના ટેક્નિકલ પાસાઓ અને પ્રશંસનીય બાબતો ની વાત કરીયે તો આ ફિલ્મ ની વાર્તા ખરેખર અદભુત્ત અને મજબૂત છે. છેક સુધી ફિલ્મ ની સ્ટોરી માં રહસ્ય (સસ્પેન્સ) અને હોરર એલિમેન્ટ્સ જળવાઈ રહે છે. ફિલ્મ નું મુખ્ય પાત્ર કિંજલ રાજપ્રિય નો અભિનય એનર્જેટિક છે અને તેમના ખભા પર જ આખી ફિલ્મ બની રહે છે. સાથે જ બીજા મુખ્ય પાત્રો માં મૌલિક ચૌહાણ નો ડબલ રોલ અને ડેનિશા ઘુમરા નો અભિનય પણ સરસ છે. આશિમા વરદાન એ ફિલ્મ માં થતી પેરાનોર્મલ પ્રક્રિયાઓ માં પોતાના રોલ ને સુંદર ન્યાય આપ્યો છે. જયેશ મોરે અને જાનકી બૉડીવાલા એ પણ ગૂઢ અભિનય થકી ઉત્કૃષ્ઠ કામ કરેલ છે. આમ તમામ કલાકારો ની એક્ટિંગ અને સ્ક્રીન પ્રેઝન્સ મજબૂત છે. ફિલ્મ માં અનેક લેયર્સ હોવા થી સ્ટોરી માં સ્ટોરી અને એને સંબંધિત બીજી કેટલીક ઘટનાઓ તથા પાત્રો દર્શાવવા માં આવેલ છે જેથી પ્રેક્ષકો નો રસ જળવાઈ રહે છે. સોનુ નિગમ ના કંઠે ગવાયેલ ગીત પણ મધુર અને કર્ણપ્રિય છે. ફિલ્મ માં પાસ્ટ (બેક સ્ટોરી) માંથી પ્રેઝન્ટ માં થતું આવાગમન ઇન્ટરેસ્ટિંગ છે. બીજું એક વખાણવાલાયક પાસું ફિલ્મ માં સિનેમેટ્રોગ્રાફી નું છે કારણ કે અમુક દ્રશ્યો માં અદભુત કેમેરાવર્ક ખરેખર નોંધનીય છે. રહસ્ય માં વધારો કરે એવો ફિલ્મ નો ઈન્ટરવલ બ્લોક એકદમ શોકિંગ અને સસ્પેન્સફુલ છે.
ફિલ્મ નું વિઝન ખૂબ ગ્રાન્ડ છે પણ સાથે જ ઘણી બધી ખામીઓ પણ છે. જેમ કે આટલી સરસ વાર્તા નો સ્ક્રીનપ્લે એકદમ નબળો. મૂવી માં એટલી બધી વાર્તા ની અંદર બીજી વાર્તા અને ઘટનાઓ છે કે અમુક ઘટનાઓ અને વસ્તુઓ ના જવાબ જ નથી મળતા અને દર્શકો કન્ફ્યુઝ થયી જાય છે. ફિલ્મ માં VFX અને CGI નબળા છે. ખાસ કરી ને અંત માં આવતી એક મહત્વપૂર્ણ સિક્વન્સ માં VFX અને CGI એટલી હદે કમજોર છે કે ઘટનાઓ થ્રિલિંગ / રહસ્યમયી / અલૌકિક લાગવા ને બદલે હાસ્યાસ્પદ લાગે છે. એટલે ફિલ્મ નો અંત જોઈએ એવો જોરદાર નથી અને વધુ માં ફિલ્મ માં દર્શાવેલી અમુક ઘટનાઓ ના જવાબો પણ મળતા નથી. ૨.૩૦ કલાક ની ફિલ્મ જરૂર કરતા વધારે લાંબી લાગે છે. ફિલ્મ નું પાર્શ્વ્-સંગીત અમુક જગ્યા એ બિનજરૂરી રીતે લાઉડ હોવા થી સંવાદો સરખી રીતે સંભળાતા નથી. ફિલ્મ નું કલર ગ્રેડિંગ પણ સામાન્ય જણાય છે. તો પણ ફિલ્મ ના તમામ પોઝિટિવ્સ પોઈન્ટ્સ ને કન્સિડર કરીયે તો આ ફિલ્મ દર્શકો ને એક નવો અનુભવ જરૂર થી આપે છે અને ગુજરાતી સિનેમા નું બૃહદ વિઝન દર્શાવે છે. મને આ ફિલ્મ એબોવ એવરેજ લાગી અને મારા તરફ થી હું આ ફિલ્મ ને ૩ / ૫ (🌟🌟🌟) નું રેટિંગ આપીશ.
રેટિંગ – 3 / 5 (🌟🌟🌟)




