Top In Ahmedabad

સેવા પ્રયાસ ફાઉન્ડેશન અને આશા રિ-યૂઝેબલ પિરિયડ્સ પેન્ટી કંપનીના સંયુક્ત ઉપક્રમે આજરોજ નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે મનો દિવ્યાંગ દીકરીઓને પિરિયડ્સ પેન્ટીનું વિતરણ કરવામાં આવ્યું

સેવા પ્રયાસ ફાઉન્ડેશન અને આશા રિ-યૂઝેબલ પિરિયડ્સ પેન્ટી કંપનીના સંયુક્ત ઉપક્રમે આજરોજ નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે મનો દિવ્યાંગ દીકરીઓને પિરિયડ્સ પેન્ટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અને હાઈજીન જળવાઈ રહે તેમજ દીકરીઓને વિવિધ પ્રકારના કેન્સર જેવા ગંભીર રોગોથી કેવી રીતે બચી શકાય તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અસ્મિતા બલદાણીયા, મેઘનાબેન ઓઝા, દેવલબેન દેસાઈ, રોનક ઓઝા, મીડિયા રિપોર્ટર નિયતિબેન તથા આશા ટીમના બ્રિજેશભાઈ કનેરિયા હાજર રહ્યા હતા.

સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા સમાજમાં કેન્સર અવેરનેસ માટે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે તેમજ સતત કેન્સર અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button