Entertainment

“અનુપમા તો હંમેશા કોટનની સાડીમાં જ ફરતી હોય છે,” ગ્લેમરસ અવતાર પર રૂપાલી ગાંગુલીનું મજેદાર નિવેદન

સ્ટાર પ્લસના આ ખાસ ફેશન ઇવેન્ટ ‘ફેશન કે રંગ, રિશ્તોં કે સંગ’ (ફેશનના રંગ, સંબંધોની સંગ) માટે અત્યારથી જ ભારે ચર્ચા જોવા મળી રહી છે. અહેવાલોનું માનીએ તો, ચેનલ આ ઇવેન્ટને ટેલિવિઝનનું પોતાનું ‘મેટ-ગાલા’ બનાવવાની તૈયારી કરી રહી છે. ૧ જૂનના રોજ સાંજે ૭ વાગ્યે પ્રસારિત થનારો આ સ્પેશિયલ ઇવેન્ટ ફેશન, મનોરંજન અને મજેદાર પળોથી ભરપૂર હશે, જ્યાં આખો સ્ટાર પરિવાર એકસાથે જોવા મળશે.

આ ખાસ ઇવેન્ટને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વખતે ટીવી કલાકારો પોતાના ઓનસ્ક્રીન પાત્રો કરતાં બિલકુલ અલગ અંદાજમાં નજરે પડશે. રોજના સાદા લુક્સથી હટીને ઘણા કલાકારો સ્ટેટ-ઇન્સ્પાયર્ડ આઉટફિટ્સમાં રેમ્પ વૉક કરતા જોવા મળશે, જે ભારતીય સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરશે. જેમાં પ્રેમ અને રાહી ગુજરાતી લુકમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે સાયલી અને સચિન મહારાષ્ટ્રની ઝલક બતાવશે. અરમાન અને અભીરા રાજસ્થાનની રંગીન સંસ્કૃતિને રજૂ કરશે, સૃતિ અને શબ્બીર મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે, તો વળી અંગદ અને વૃંદા પણ ગુજરાતી લુકથી પ્રેરિત આઉટફિટ્સમાં જોવા મળશે.

જોકે, આ આખી ઇવેન્ટમાં જે બાબતે લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે, તે છે રૂપાલી ગાંગુલીનો બિલકુલ અલગ અને ગ્લેમરસ અંદાજ. પોતાના આઇકોનિક પાત્ર ‘અનુપમા’થી હટીને નવા લુકમાં જોવા મળવા અંગે રૂપાલીએ ઇવેન્ટના શૂટિંગ દરમિયાન જણાવ્યું હતું કે:

“મેં થોડા દિવસો પહેલા એક મેટ ગાલાવાળી પોસ્ટ શેર કરી હતી. જ્યારે ફેન્સ પોતાના આઉટફિટ્સને મેટ-ગાલા લુક્સમાં બદલી રહ્યા હતા, ત્યારે મને જોવાની બહુ મજા આવી રહી હતી. તેના પરથી જ સ્ટાર પ્લસવાળાઓને પણ આ આઇડિયા આવ્યો. અને સાચું કહું તો મને પણ બહુ મજા આવી રહી છે, કારણ કે આવા કપડાં પહેરવાનો મોકો ક્યાં મળે છે! અનુપમા તો હંમેશા કોટનની સાડીમાં જ ફરતી હોય છે, એટલે અહીં કંઈક અલગ કરવાનો મોકો મળી રહ્યો છે. તો ૧ જૂને અમારો આ સ્ટાર પ્લસ સ્પેશિયલ શો ચોક્કસ જોજો.”

ઇવેન્ટના બિહાઇન્ડ-ધ-સીન્સ (બીટીએસ) વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ફેન્સ પોતાના મનપસંદ કલાકારોના નવા લુક્સ વિશે સતત ચર્ચા કરી રહ્યા છે. એટલું તો નક્કી માનવામાં આવી રહ્યું છે કે ‘ફેશન કે રંગ, રિશ્તોં કે સંગ’ આ સીઝનની સૌથી વધુ ચર્ચિત ટેલિવિઝન ઇવેન્ટ્સમાંથી એક બનવા જઈ રહી છે.

જોવાનું ચૂકશો નહીં: ‘ફેશન કે રંગ, રિશ્તોં કે સંગ’, ૧ જૂનના રોજ સાંજે ૭ વાગ્યે, માત્ર સ્ટાર પ્લસ પર.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button