GUJARAT

નાગરિકોને મોંઘવારીનો વધુ એક ફટકો, ફરી એકવાર PNG ગેસના ભાવમાં વધારો

વડોદરાના લાખો પરિવારો માટે ઘરગથ્થુ ખર્ચમાં વધુ એક વધારો નોંધાયો છે. વાસ્તવમાં શહેરમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના દરોમાં ફરી એક વખત વધારો કરવામાં આવતા ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ આવવાનો છે. એક જ મહિનામાં બીજી વખત ભાવ વધતા સામાન્ય નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

વડોદરા ગેસ કંપનીએ PNGના દરમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 2.10નો વધારો જાહેર કર્યો છે. અગાઉ ગ્રાહકોને ગેસ રૂ. 54.32 પ્રતિ કિલોગ્રામના દરે મળતો હતો, જે હવે વધીને રૂ. 56.42 પ્રતિ કિલોગ્રામ થયો છે. નવા દરો અમલમાં આવતા ઘરેલુ વપરાશકર્તાઓ તેમજ નાના વ્યાવસાયિક ગ્રાહકોના માસિક ખર્ચમાં વધારો થશે.

શહેરમાં કંપનીના અંદાજે 9.93 લાખ ગ્રાહકો છે અને નવા ભાવ વધારાના કારણે તમામ ગ્રાહકો પર મળીને દર મહિને આશરે રૂ. 1.20 કરોડનો વધારાનો બોજ પડવાની સંભાવના છે. સતત વધતા જીવનજરૂરિયાતના ખર્ચ વચ્ચે ગેસના ભાવમાં થયેલો વધારો મધ્યમવર્ગીય અને સામાન્ય પરિવારોના બજેટને વધુ અસર પહોંચાડી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button