National

પેટ્રોલ પછી હવે ડીઝલનો વારો: દેશમાં ‘આઈસોબ્યુટેનોલ બ્લેન્ડેડ ડીઝલ’ લાવવાની કેન્દ્ર સરકારની તૈયારી

પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણને લાગુ કર્યા બાદ હવે કેન્દ્ર સરકાર ડીઝલને વધુ ઈકોફ્રેન્ડલી બનાવવા માગે છે. આ સાથે જ ઈમ્પોર્ટ કરવામાં આવતા ક્રૂડ માટે વૈશ્વિક નિર્ભરતા ઘટાડવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આઈસોબ્યુટેનોલ બ્લેન્ડેડ ડીઝલને મંજૂરી આપવાની વિચારણા કરવામાં આવી રહી છે. ટ્રાન્સપોર્ટ મંત્રાલયના સચિવે જણાવ્યું કે, ડીઝલમાં આઈસોબ્યુટેનોલના મિશ્રણ અંગેની નીતિ પર કામ ચાલી રહ્યું છે. આ વર્ષે તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. 

ભારત છેલ્લા કેટલાક વર્ષોથી પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ વધારવાના અભિયાન પર કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે, હવે સરકારનું ધ્યાન ડીઝલ પર કેન્દ્રિત થયું છે. જેને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહનના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે.

આઈસોબ્યુટેનોલનો સમાવેશ દેશની બાયોફ્યુઅલ નીતિમાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવશે. સરકાર અને ઓટો કંપનીઓ હાલ તપાસી રહી છે કે, હાલના ડીઝલ એન્જિન પર તેની શું અસર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારત પોતાની જરૂરિયાતનું 85 ટકાથી વધુ ક્રૂડ ઓઈલ વિદેશમાંથી ઈમ્પોર્ટ કરે છે. જો ડીઝલમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત બાયોફ્યુઅલનું મિશ્રણ વધશે તો આયાતી ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટશે અને ખેડૂતોને પણ નવા બજારો મળી શકશે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button