Top In Ahmedabad
વસ્ત્રાલ સ્થિત વેદમ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા ૧૨મા ઇન્ટરનેશનલ યોગા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી


વસ્ત્રાલ સ્થિત વેદમ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા ૧૨મા ઇન્ટરનેશનલ યોગા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં શાળામાં ભણતા પ્રિ-પ્રાઈમરી થી લઈ ને ધોરણ ૧૧ સુધી ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના યોગાસનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાળાના સંચાલક શ્રી મહેન્દ્ર સર, શ્રી દિલીપ સર શાળાના આચાર્ય શ્રીમતી સુચિતા બેન અને અન્ય શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

આ યોગા સેશન શાળાના કોચ શ્રી જિમ્મી સોલંકી સર દ્વારા યોજવામાં આવેલ હતો .

જેમાં વિવિધ પ્રકારના યોગા દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે મજબૂત થાય તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




