Top In Ahmedabad

ટાફ ગ્રુપની ૩૨મી ફૂડ મીટ યોજાઈ, કાઠિયાવાડી ભોજનના સ્વાદે સભ્યો મંત્રમુગ્ધ!

અમદાવાદના જાણીતા સોશિયલ ગ્રુપ ટાફ (TAFF – Travel, Art, Fashion & Food) દ્વારા તા. ૨૨ જૂનના રોજ અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલ શ્રી ખોડીયાર કાઠિયાવાડી ઢાબા – ધ ટેસ્ટ ઓફ ભરુચ ખાતે ૩૨મી ફૂડ મીટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટાફ ગ્રુપના મોટી સંખ્યામાં સભ્યોએ ઉત્સાહભેર હાજરી આપી અને પરંપરાગત કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો.

આ ફૂડ મીટમાં આવનારી ગુજરાતી ફિલ્મ રહસ્યમયના કલાકારો મોહિત શર્મા અને ઝંખના સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સભ્યો સાથે હળવી વાતચીત કરી, ફિલ્મ અંગે માહિતી શેર કરી અને સૌ સાથે યાદગાર પળો વિતાવી.

શ્રી ખોડીયાર કાઠિયાવાડી ઢાબાએ મહેમાનોને કાઠિયાવાડી ભોજનની અસલી ઓળખ કરાવી હતી. મહેમાનો માટે ખાસ પરંપરાગત કાઠિયાવાડી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચીઝ પનીર ગોટાળો, ભરેલા શાકનો રસીલો ગોટાળો, પુરણ પુરી, ગરમા-ગરમ રોટલી અને બાજરાના રોટલા, ચીઝ ખીચીયા મસાલા પાપડ, ખીચડી-કઢી, છાશ અને મીઠાઈમાં સુખડી પીરસવામાં આવી હતી. સ્વાદિષ્ટ ભોજન, ઉત્તમ ગુણવત્તા, ઘર જેવો અસલી કાઠિયાવાડી સ્વાદ અને ઉમદા મહેમાનગતિએ ઉપસ્થિત તમામ સભ્યોનું દિલ જીતી લીધું. શ્રી ખોડીયાર કાઠિયાવાડી ઢાબાએ ભરુચ અને સૌરાષ્ટ્રના પરંપરાગત સ્વાદનો અનોખો અનુભવ કરાવી ફૂડ મીટને યાદગાર બનાવી હતી.

ટાફ ગ્રુપ સમયાંતરે ફૂડ, ટ્રાવેલ, આર્ટ અને ફિલ્મ ક્ષેત્રને જોડતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતું રહે છે. આવી ફૂડ મીટ દ્વારા માત્ર સ્વાદિષ્ટ ભોજનનો આનંદ જ નહીં, પરંતુ સભ્યો વચ્ચે પરિચય, મિત્રતા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પણ પ્રોત્સાહન મળે છે. આ ૩૨મી ફૂડ મીટ પણ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button