National

સેવા પ્રયાસ ફાઉન્ડેશન અને આશીર્વાદ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ફ્રી કેન્સર તપાસ (મેમોગ્રાફી અને પેપ સ્મિયર) કેમ્પનું સફળ આયોજન

મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ લાવવા અને વહેલી તકે નિદાન થઈ શકે તે હેતુથી નિઃશુલ્ક મેમોગ્રાફી તથા પેપ સ્મિયર તપાસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ કેમ્પમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને નિઃશુલ્ક તપાસનો લાભ લીધો. બંને સંસ્થાઓ દ્વારા સમયાંતરે કેન્સર અવેરનેસ કાર્યક્રમો તેમજ નિઃશુલ્ક તપાસ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે, જેથી કેન્સરની વહેલી તકે ઓળખ થઈ શકે, યોગ્ય માર્ગદર્શન મળી રહે અને સમયસર સારવાર શરૂ કરી શકાય.

આ સફળ આયોજનમાં સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ફેમિલી મેમ્બર ડૉ. નિમિશ શાહ અને દેવલ દેસાઈનો વિશેષ સહયોગ રહ્યો. તેમજ આશીર્વાદ ફાઉન્ડેશનની સમગ્ર ટીમ અને અર્ચનાબેન સોમાણી દ્વારા બહેનોને આરોગ્ય અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

સેવા પ્રયાસ ફાઉન્ડેશન અને આશીર્વાદ ફાઉન્ડેશન સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લોકોમાં સજાગતા વધારવાના હેતુથી ભવિષ્યમાં પણ આવા જનહિતના કાર્યક્રમો સતત આયોજિત કરતી રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button