Top In Ahmedabad

નેક્સસ અમદાવાદ વન આપે છે 360 ડોમની રોમાંચક દુનિયામાં પ્રવેશવાનું આમંત્રણ

ચાલી રહેલા ‘એન્ડ ઑફ સેડનેસ સેલ’ના ભાગરૂપે, નેક્સસ અમદાવાદ વન શહેરમાં 360 ડોમ દ્વારા એક અનોખો અને ઇમર્સિવ અનુભવ લઈને આવ્યું છે, જે મુલાકાતીઓને રોજિંદા જીવનમાંથી થોડા સમય માટે બહાર આવી રોમાંચક વર્ચ્યુઅલ દુનિયામાં પ્રવેશવાની તક આપે છે.
3 જુલાઈથી 16 ઑગસ્ટ, 2026 દરમિયાન મેઇન એટ્રિયમ, ગ્રાઉન્ડ ફ્લોર ખાતે યોજાનારો આ ટિકિટ આધારિત અનુભવ મનોરંજનને એક અવિસ્મરણીય સાહસમાં ફેરવી દેશે. મુલાકાતીઓ ત્રણ અદભૂત સિનેમેટિક અનુભવોમાંથી પસંદગી કરી શકશે – Dinosaur – Jurassic Jungle: Wild Escape, જે પ્રાગૈતિહાસિક યુગની રોમાંચક સફર કરાવશે; *Radiance, રંગબેરંગી એલિયન દુનિયામાં હાઈ-સ્પીડ સાયન્સ-ફિક્શન મિશન; અને Aladdin, લોકપ્રિય પરીકથાનું ઝડપી અને નવીન રજૂઆત. દરેક વયના લોકો માટે રચાયેલા આ અનુભવો વર્ચ્યુઅલ દુનિયાને જીવંત, ઇન્ટરેક્ટિવ અને યાદગાર બનાવે છે. પરંપરાગત વર્ચ્યુઅલ રિયાલિટીથી અલગ, 360 ડોમ થિયેટર એક સામૂહિક અનુભવ પ્રદાન કરે છે, જ્યાં તમામ દર્શકો સાથે મળીને અદ્યતન ટેક્નોલોજી આધારિત સ્ટોરીટેલિંગનો આનંદ માણી શકે છે.
પરિવાર અને મિત્રો સાથે ગુણવત્તાસભર સમય પસાર કરવો હોય, યાદગાર ક્ષણો સર્જવી હોય અથવા કંઈક અનોખો અનુભવ કરવો હોય, 360 ડોમ ‘એન્ડ ઑફ સેડનેસ સેલ’ની ભાવનાને સંપૂર્ણ રીતે સાકાર કરે છે—જ્યાં શોપિંગ સાથે મનોરંજનનો પણ અનોખો મેળાપ થાય છે અને દરેક મુલાકાત ખુશીની નવી અનુભૂતિ બની જાય છે.

ઇવેન્ટ વિગતો
શું: 360 ડોમ
ક્યારે: 3 જુલાઈ – 16 ઑગસ્ટ, 2026
સમય: બપોરે 12:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી
સ્થળ: મેઇન એટ્રિયમ, ગ્રાઉન્ડ ફ્લોર, નેક્સસ અમદાવાદ વન
ટિકિટ કિંમત: રૂ. 99* થી શરૂ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button