Top In Ahmedabad

અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળશે. ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી આજે ભવ્ય રથમાં બિરાજમાન થઈ અમદાવાદની નગરચર્યાએ નીકળશે. રથયાત્રા પૂર્વે સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવી.પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ રથયાત્રાને સત્તાવાર રીતે પ્રસ્થાન કરાવવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button