GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને નેશનલ અવોર્ડ મળ્યો:યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ, કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર; 72મા નેશનલ અવોર્ડની જાહેરાત

72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (નેશનલ ફિલ્મ અવોર્ડ્સ)ની યાદી શનિવારે જાહેર થઈ છે. જેમાં ફિલ્મ ‘આર્ટિકલ 370’ને વર્ષ 2024ની સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો. જ્યારે, ફિલ્મ ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર મળ્યો અને યામી ગૌતમને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર આપવામાં આવ્યો. જ્યારે ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળ્યો.

જ્યારે, ‘બ્રમાયુગમ’ માટે મમૂટી અને ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યનને સંયુક્ત રીતે લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટરનો પુરસ્કાર આપવામાં આવ્યો.

ઘોષિત વિજેતાઓમાં તમિલ ફિલ્મ ‘રાયન’ ને સર્વશ્રેષ્ઠ તમિલ ફિલ્મ, ‘કમિટી કુર્રોલ્લુ’ ને સર્વશ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ, ‘લાહરી’ ને સર્વશ્રેષ્ઠ ઓડિયા ફિલ્મ, ‘મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી’ ને સર્વશ્રેષ્ઠ મરાઠી ફિલ્મ અને ‘સુનીતા’ ને સર્વશ્રેષ્ઠ મણિપુરી ફિલ્મનો પુરસ્કાર મળ્યો.

‘કેપ્ટન મિલર’ અને ‘મૈય્યાઝગન’ ને સ્પેશિયલ મેન્શનથી સન્માનિત કરવામાં આવ્યા.

નોન-ફીચર ફિલ્મોના વિજેતાઓ

બિન-ફીચર ફિલ્મોની શ્રેણીમાં ‘ભંગાર (ઓબ્સોલિટ)’ને સર્વશ્રેષ્ઠ બિન-ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી. હિન્દી ફિલ્મ ‘મૈં નિદા’ને સર્વશ્રેષ્ઠ કલા અને સંસ્કૃતિ ફિલ્મનો પુરસ્કાર મળ્યો, જ્યારે ‘હમસફર’ને સર્વશ્રેષ્ઠ શોર્ટ ફિલ્મનો સન્માન આપવામાં આવ્યો.

ગુજરાતી ફિલ્મ ‘મારણ’ વિશે

યશ સોની અને દીક્ષા જોશી સ્ટાટર ફિલ્મ ‘મારણ’ 30 મે 2025ના રોજ રિલીઝ થઈ હતી. અભિષેક જૈનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ સમાજમાં મહિલાઓની શોષણની સ્થિતિ પર પ્રકાશ પાડે છે. વાર્તાનો અસલી વિલન આખી વ્યવસ્થા છે. આ ફિલ્મે અગાઉ 15મા શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ (CSAFF)માં બેસ્ટ ફીચર ફિલ્મ (જ્યુરી)નો એવોર્ડ જીત્યો છે. આ ફિલ્મ દ્વારા ડિરેક્ટર અભિષેક જૈને 10 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં કમબેક કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button