GUJARAT
ભાવનગરઃ જાહેર રસ્તા પર સસરાએ જમાઈનું કાસળ કાઢી નાખ્યું


- ભાવનગર શહેરના દેસાઈનગરમાં સસરાએ જમાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. શહેરના દેસાઈનગર પુલ નજીક સસરાએ જમાઈનું કાસળ કાઢી નાખ્યું હતું. છેલ્લા લાંબા સમયથી પતિ-પત્ની વચ્ચે ચાલતા છૂટાછેડાના કેસ મામલે રોડ ઉપર સસરાએ જમાઈની હત્યા કરી હતી. હત્યાને પગલે વિસ્તારમાં લોકોના ટોળાઓ એકત્ર થઈ ગયા હતા. જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં દિવાળીના પર્વ પહેલા હત્યાની ઘટના બની છે. જમાઈ સુરેશભાઈ શરદભાઈ રાઠોડ નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરપીણ હત્યા કરાઈ છે. પતિ-પત્ની વચ્ચે ચાલતા છૂટાછેડાના કેસ મામલે રોડ ઉપર સસરાએ જમાઈની હત્યા કરી હતી.
- મૃતક સુરેશભાઈ શરદભાઈ રાઠોડ રિક્ષા ચલાવતો હતો. જ્યારે શહેરના હાદાનગર વિસ્તારમાં બે દીકરા સાથે રહેતો હતો અને બંન્ને દીકરા અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ બન્ને પિતા સાથે રહે છે. પતિ-પત્નીને બનતું ન હોવાથી છેલ્લા 5 વર્ષથી છૂટાછેડા અંગે કેસ ચાલી રહ્યો છે, જેની આજે કોર્ટમાં મુદત પણ હતી.




