National

ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

 સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 11 દિવસ સુધી ચાલેલા 2026 કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થયું છે. આ સાથે ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સના 100 વર્ષ પુરા થનારા શતાબ્દી સંસ્કરણનું આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતના અમદાવાદમાં યોજાશે. સમાપન સમારોહ દરમિયાન સ્કોટિશ અધિકારીઓએ ભારતીય પ્રતિનિધિઓને સત્તાવાર CWG ધ્વજ અને બેટન સોંપ્યા હતા.  ભારતનું પ્રતિનિધિત્વ કરતા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકનાર ખેલાડી નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ પી.ટી. ઉષા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ક્ષણના સાક્ષી બનવા માટે હાજર રહ્યા હતા.

કોનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહની શરૂઆતમાં સ્કોટલેન્ડના સમૃદ્ધ અને જટિલ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ દરમિયાન ભારત અને સ્કોટલેન્ડના સંગીતકારો અને ડાન્સર્સની “જુગલબંધી” એ તેમના ઉત્તમ પ્રદર્શનથી સ્ટેડિયમના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા, જેનાથી સમાપન સમારોહ યાદગાર બન્યો.ભારત 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરીને ઇતિહાસ રચશે. ઓસ્ટ્રેલિયા પછી ભારત એકથી વધુ વખત ગેમ્સનું આયોજન કરનારો વિશ્વનો બીજો દેશ બનશે. અગાઉ, ભારતે 2010માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું.                 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button