National

PM મોદી, રાહુલ ગાંધી કે અભીજિત દીપકે…યુવાઓમાં સૌથી વધુ લોકપ્રિય કોણ? સર્વેમાં સામે આવ્યું આ નામ

કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેતૃત્વમાં દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન બાદ એક સર્વેમાં દેશના યુવાઓ અને દેશનો મૂડ જાણવાની કોશિશ કરવામાં આવી છે. સી વોટરા સર્વેમાં પેપર લીક મુદ્દે દેશના લોકો શું વિચારે છે અને સરકારના એક્શનથી કેટલા સંતુષ્ટ છે કે નહીં? તે જાણવાની કોશિશ કરાઈ છે. આ સર્વેથી એ પણ જાણવા મળ્યું છે કે યુવાઓ વચ્ચે કયા નેતાની કેટલી લોકપ્રિયતા છે? કોણ વધુ લોકપ્રિય છે. સી વોટરના સર્વે મુજબપીએમ મોદી હજુ પણ યુવાઓ વચ્ચે સૌથી વધુ લોકપ્રિય છે. જ્યારે અભીજિત દીપકે ત્રીજા નંબરે છે. 

સી વોટર તરફથી કરાયેલા લેટેસ્ટ સર્વેના આંકડા ગુરુવારે ઈન્ડિયા ટુડે ચેનલ પર દેખાડવામાં આવ્યા હતા. સી વોટર તરફથી પૂછવામાં આવ્યું કે શિક્ષણ સુધાર માટે સરકારની શું પ્રાથમિકતા હોવી જોઈતી હતી? જેના જવાબમાં 27.2 ટકા લોકોએ કહ્યુંકે મંત્રીનું રાજીનામું. 31.7 ટકાએ કડ એન્ટી પેપરલીક કાયદાનો વિકલ્પ પસંદ કર્યો. જ્યારે 11.9 ટકા મુજબ એનટીએમાં મોટો ફેરફાર થવો જોઈએ. 16.7 ટકાએ શિક્ષણ સુધાર માટે એક્સપર્ટ પેનલ હોવાની વાત કરી. જ્યારે 6.9 ટકાએ અન્ય સુધાર અને 5.7 ટકાએ ખબર નહીં એ વિકલ્પ પસંદ કર્યો. 

સરકારના પગલાંથી કેટલા સંતુષ્ટ?
નોંધનીય છે કે સરકાર કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામા લેવા ઉપરાંત પેપર લીક કાયદામાં સંશોધન કરી ચૂકી છે અને સુધારા માટે એક્સપર્ટ પેનલ પણ બનાવી ચૂકી છે. પરંતુ હજુ પણ મોટા ભાગના લોકો આ પગલાંથી અસંતુષ્ટ છે. સી વોટર તરફથી સવાલ કરાયો હતો કે પેપરલીક રોકવા માટે સરકારે ઉઠાવેલા પગલાંથી તમે સંતુષ્ટ છો? 33.2 ટકાએ તેનો જવાબ હામાં આપ્યો જ્યારે 50.7 ટકા લોકોએ ના માં જવાબ આપ્યો. જ્યારે 16.1 ટકાએ ખબર નહીં એમ જવાબ આપ્યો. 

સંસદમાં થયેલી ચર્ચા પર મત
શું પેપલીક પર સંસદમાં સંતોષજનક ચર્ચા થઈ? જેના જવાબમાં 35.6 ટકાએ હા માં જવાબ આપ્યો જ્યારે 39 ટકાએ ના માં જવાબ આપ્યો. જ્યારે 25.3 ટકાએ ખબર નહીં નો વિકલ્પ પસંદ કર્યો. 

યુવાઓમાં સૌથી વધુ લોકપ્રિય કોણ?
ત્રીજો સવાલ એ કરાયો કે યુવાઓમાં સૌથી વધુ લોકપ્રિય કોણ છે? જેના જવાબથી જાણવા મળ્યું કે આંદોલન છતાં પીએમ મોદીની લોકપ્રિયતા યુવાઓમાં હજુ પણ સૌથી વધુ છે. 39.8  ટકા લોકોએ તેમને સૌથી વધુ લોકપ્રિય ગણાવ્યા તો 27.9 ટકા વોટશેર સાથે રાહુલ ગાંધી બીજા નંબરે રહ્યા. 

જ્યારે મજાક મજાકમાં સીજેપી પાર્ટી બનાવનાર અને કેન્દ્રીય મંત્રીને રાજીનામા માટે મજબૂત કરનાર અભીજિત દીપકેને 12.6 ટકા લોકોએ સૌથી વધુ લોકપ્રિય ગણાવ્યા. આ માનલે તે ત્રીજા નંબર પર રહ્યા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button