રિપોર્ટ- ગુજરાત ટાઈટન્સમાં પાછો ફરવા માંગતો હતો હાર્દિક પંડ્યા, પરંતુ એક શરતના કારણે ડીલ પડી ભાંગી


મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2027 પહેલા અન્ય આઈપીએલ ટીમ સાથે જોડાવવા માંગે છે. અનેક ટીમો સાથે ટ્રેડની ચર્ચા પણ ચાલુ છે. આ બધા વચ્ચે હાર્દિકના ટ્રેડ વિશે એક નવો રિપોર્ટ સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સમાં પાછા ફરવાની કોશિશ કરી હતી. જો કે શુભમન ગિલની કેપ્ટનશીપવાળી ટીમે હાર્દિકની વાપસીનો રસ્તો બંધ કરી દીધો. કારણ કે હાર્દિકની એક શરત હતી જેને જીટી માનવા માટે તૈયાર નહતી. આ કારણે હવે ડીલ પણ આગળ વધશે નહીં.
સૂત્રોનું માનીએ તો 2022માં જીટીને આઈપીએલ જીતાડનાર કેપ્ટન હાર્દિક પંડ્યા 2024માં મુંબઈ ઈન્ડિયન્સમાં જતો રહ્યો હતો. જો કે હવે ફરીથી જીટી તેને પાછા લેવા માટે પ્રયત્નોમાં પણ હતી. આ માટે વર્તમાન કેપ્ટન શુભમન ગિલ સાથે વાત પણ કરાઈ પરંતુ હાર્દિકની એ શરત હતી કે તેને જીટીનો કેપ્ટન બનાવવામાં આવે. આ શરતના કારણે ડીલ પડી ભાંગી.
ગિલને કોઈ સમસ્યા નહતી
એક સૂત્રના જણાવ્યાં મુજબ “ફ્રેન્ચાઈઝીને તેના પાછા ફરવા વિશે કોઈ વાંધો નહતો. તેમણે પોતાના કેપ્ટન શુભમન ગિલ સાથે આ અંગે વાત પણ કરી હતી અને તેઓ એ વાતે રાજી પણ હતા કે ફ્રેન્ચાઈઝી પાછો ટ્રેડ કરી શકે છે, પરંતુ જ્યારે કેપ્ટનશીપવાળી શરત મૂકાઈ તો બધાએ ના પાડી દીધી.” હાર્દિક પંડ્યા જીટીની કેપ્ટનશીપ છોડીને મુંબઈ એ શરતે ગયો હતો કે તેને કેપ્ટન બનાવવામાં આવે. ત્યાં તેને કેપ્ટનશીપ મળી, પરંતુ જ્યારે ચીજો તેના પક્ષમાં ન રહી તો તેણે હવે ટીમ છોડવા માટે મજબૂર થવું પડી રહ્યું છે.
આ ટીમો સાથે પણ વાત ચાલુ
મીડિયા રિપોર્ટ્સમાં એ પણ સામે આવ્યું છે કે એમઆઈના ઓલરાઉન્ડર અને કેપ્ટન હાર્દિક પંડ્યાની ટ્રેડની વાત એક કે બે નહીં પરંતુ અડધી ડઝન ટીમો સાથે ચાલી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સથી લઈને લખનઉ સુપર જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સથી લઈને ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સે પણ રસ દાખવ્યો છે અને હવે નવા નામ લિસ્ટમાં તેની જૂની ટીમ ગુજરાત ટાઈન્સના નામનો પણ ઉમેરો થયો છે. હાર્દિકના ટ્રેડને એમઆઈ પણ વટાવા માંગે છે અને કોઈ મોટા પ્લેયરને ટીમમાં જોડવા માંગે છે.




