National

જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર: ચૂંટણી પંચને નોટિસ જારી કરી કહ્યું- ‘નિર્ણય ખોટા સાબિત થયો તો તરત રદ કરીશું’

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ મામલામાં દલીલો બાદ સુપ્રીમ કોર્ટે CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માગ નકારી દીધી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે તેને આશા છે કે બંધારણીય સંસ્થા કાયદા પ્રમાણે કામ કરશે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ બાગચી અને જસ્ટિસ વી.મોહનાની પીઠે મામલામાં ચૂંટણી પંચને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે SIR, ફોર્મ-6મા ફેરફાર અને ચૂંટણી પંચના ઘણા અન્ય નિર્ણય કાયદામાં નક્કી પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવા તેવામાં આવ્યા. અરજીમાં કહેવામાં આવ્યું કે ચૂંટણી પંચ સાથ જોડાયેલા કાયદા પ્રમાણે નિર્ણય સર્વસંમત્તિથી કે બહુમતથી લેવા જોઈએ.

આ અરજી સામાજિક કાર્યકર્તા રાકેશ કુમાર સિંહ અને વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ દાખલ કરી છે. રાકેશ કુમાર તરફથી વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ રજૂ થયા. તેમણે જનપ્રતિનિધિત્વ કાયદાના મૂળ સ્વરૂપ અને તેમાં કરવામાં આવેલા ફેરફારો સાથે કલમ 10(2) અને 10(3) નો હવાલો આપ્યો.

નયા કાયદાએ CECને સૌથી શક્તિશાળી બનાવી દીધા
વિકાસ સિંહે દલીલ કરી કે નવા કાયદાએ મુખ્ય ચૂંટણી કમિશનરને ખુબ શક્તિશાળી બનાવી દીધા છે. તેમણે કહ્યું કે CECને નિવૃત્તિ બાદ પણ તપામાંથી સંરક્ષણ આપવામાં આવ્યું છે. સિંહે કહ્યું- પ્રધાનમંત્રી સુધીને આવી ઇમ્યુનિટી નથી. ત્યાં સુધી કે જજોને પણ આવું સંરક્ષણ મળ્યું નથી.

તેના પર જસ્ટિસ બાગચીએ કહ્યુ કે પદ પર રહેતા સંરક્ષણ પહેલાથી કાયદામાં હતું. સિંહે જવાબ આપ્યો કે હવે કાયદા નિવૃત્તિ બાદ પણ સુરક્ષા આપે છે. CJIએ કહ્યું કે સંબંધિત કાયદાને પડકારનાર કેસ પહેલાથી પેન્ડિંગ છે. વિકાસ સિંહે કહ્યુ કે તેઓ આ મામલામાં કાયદાને પડકારી રહ્યાં નથી, પરંતુ તે જોવા ઈચ્છે છે કે ચૂંટણી પંચમાં શું થઈ રહ્યું છે.

જો એકતરફથી નિર્ણય થયો તો રદ્દ કરીશુંઃ સુપ્રીમ કોર્ટ
અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ સૂર્યકાંતની પીઠે સ્પષ્ટ સંકેત આપ્યો કે જો ચૂંટણી પંચનો જવાબ જોયા બાદ સાબિત થાય છે કે નિયમ અને સર્વસંમત્તિને નજરઅંદાજ કરી નિર્ણય લેવામાં આવ્યો તો, કોર્ટ તે નિર્ણયને પલટવામાં સંકોચ કરશે નહીં.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું- નોટિસનો જવાબ આવવા દો. જો ચૂંટણી પંચ અને રેકોર્ડથી તે સામે આવે છે કે અમુક નિર્ણય ત્રણ સભ્ય પંચની સર્વસંમત્તિ/બહુમત વગર એક તરફી લેવામાં આવ્યા છે, તો અમે તે બધા નિર્ણયને રદ્દ કરી નાખીશું.

સીનિયર વકીલ વિકાસ સિંહે સુનાવણી પૂરી થવા સુધી CECની શક્તિઓ સસ્પેન્ડ કરવા કે તેમની શક્તિઓ પરત લેવાની માગ કરી. સીનિયર વકીલ મેનકા ગુરૂસ્વામીએ તેની સાથે જોડાયેલી અરજીમાં ફોર્મ 6મા કરવામાં આવેલા ફેરફારો પર સવાલ ઉઠાવ્યા અને SIRમાં મોટી ખામીઓનો આરોપ લગાવ્યો. કોર્ટે આ મામલાને એક સાથે જોડી લીધો હતો.

સીનિયર એડવોકેટ મેનકા ગુરૂસ્વામીનું કહેવું છે કે આ પડકાર એક રાષ્ટ્રીય સંસ્થા તરીકે ચૂંટણી પંચના કામકાજ સાથે જોડાયેલો છે. તો CECના આચરણ પર સવાલ ઉઠાવનારી પોતાની દલીલો પર અડગ છે.

તેમણે કોર્ટને કહ્યું- અમે આ દેશમાં નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીના માહોલમાં મોટા થયા છીએ. આજે તેવી સ્થિતિ નથી. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું- અમે પણ અમારૂ હોમવર્ક કરીએ છીએ. અમે પણ આ મામલા વિશે જાણીએ છીએ.
 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button