Top In Ahmedabad

સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં

અમદાવાદના સનાથલમાં એક સનસનીખેજ એક કરોડના માલસામાનની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તસ્કરો વેરાહાઉસમાંથી એક કરોડની કિંમતનો એપલ કંપનીનો માલસામન અને ગેઝેટ્સને ઉઠાવી ગયા છે, હાલમાં પોલીસે આ સમગ્ર ઘટનાની સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

સનાથલ સર્કલ નજીક આવેલા એક વેરહાઉસને નિશાન બનાવી બે અજાણ્યા બુકાનીધારી તસ્કરોએ પતરું તોડી માત્ર એક જ કલાકમાં આશરે 1 કરોડની કિંમતના મોંઘા ગેઝેટ્સની ચોરી કરી છે. આ ઘટના સનાથલમાં ખેતર માર્ગેથી આવેલા ચોરો દ્વારા અંજામ આપવામાં આવી હતી, જેને પગલે ચાંગોદર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે.

માહિતી અનુસાર, સનાથલ સર્કલ પાસેના શેડમાં આવેલા વેરહાઉસની દીવાલ પરના પતરા ખોલીને પ્રવેશેલા ચોરોએ આયોજનબદ્ધ રીતે કિંમતી સામાન ચોર્યો હતો. તસ્કરો વેરહાઉસમાંથી 40 આઈફોન-17, 30 આઈફોન-16, 36 એપલ વોચ, 26 લેપટોપ, 2 આઈપેડ અને 20 કીબોર્ડ સહિત કુલ 99.98 લાખની કિંમતના ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ ચોરીને ભાગી છૂટ્યા હતા. સમગ્ર ચોરીની ઘટના વેરહાઉસના સીસીટીવીમાં કેદ થઈ જતાં ચાંગોદર પોલીસની ટીમે બુકાનીધારી તસ્કરોનું સુરાગ મેળવી તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ હાઇ-પ્રોફાઇલ ચોરીની ઘટનાથી ઔદ્યોગિક વિસ્તારના વેરહાઉસ માલિકો અને વેપારીઓમાં સુરક્ષાને લઈને ભારે ચિંતા વ્યાપી ગઈ છે. સીસીટીવી ફૂટેજ આધારિત પોલીસ તપાસથી આરોપીઓ વહેલી તકે પકડાય તેવી શક્યતા છે, જેનાથી ભવિષ્યમાં આવા વેરહાઉસોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત અને કડક બનાવવાની જરૂરિયાત સ્પષ્ટ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button