National

PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી:400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આજે શનિવારે ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એકતાનગર (કેવડિયા) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમારોહ બાદ વડાપ્રધાન મોદી 400 કરોડ રૂપિયાથી વધુની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. એકતાનગર ખાતે આવેલા ‘રેન ફોરેસ્ટ’ અને ‘વામન વૃક્ષ વાટિકા’ની પણ મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5:30થી 7:40 વાગ્યા દરમિયાન રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે. કાર્યક્રમો પૂરા થયા બાદ રાત્રે 8:00 વાગ્યે મોદી એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે. રાત્રે 9:10 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં વિકાસકાર્યોના પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, તેમણે અધિકારીઓ સાથે આ વિકાસકાર્યો અંગે ચર્ચા પણ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button