National

Election Commission: SIR ને લઈ ચૂંટણી પંચની સ્પષ્ટતા, જે લોકોના નામ મતદાર યાદીમાં નથી તે ભરી શકે છે ફોર્મ 6

 SIR મુદ્દે દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. હવે આ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મતદાર યાદીમાં ફરીથી નામ નોંધાવાને લઈને લોકોના મનમાં જે મૂંઝવણ છે તેને દુર કરે તેવી જાહેરાત ચૂંટણી પંચ એ કરી દીધી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર જે મતદારોના નામ ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં નથી તેઓ ફોર્મ 6 ભરી ફરીથી નામ નોંધાવી શકે છે.

SIR હેઠળ ફોર્મ 6 ભરવાને લઈને લોકોના મનમાં ભ્રમ છે. ચૂંટણી પંચએ આ ભ્રમ દુર કરવા સ્પષ્ટતા કરી છે. મતદાર યાદીમાં નામ નોંધાવા માટે ફોર્મ 6 ભરવાનું હોય છે. જેમાં એક જગ્યાએ ખાતરી આપવાની હોય છે કે તેમનું નામ પહેલીવાર મતદાર યાદીમાં સામેલ થઈ રહ્યું છે. હવે સ્થિતિ એવી છે કે જે લોકોના નામ મતદાર યાદીમાં નથી તેઓ આ ફોર્મ ભરવામાં અચકાય છે. તેમને લાગે છે કે જો તેઓ ફોર્મ 6 માં એવી ઘોષણા કરશે કે તેમનું નામ પહેલીવાર નોંધાઈ રહ્યું છે તો તેમના વિરુદ્ધ ખોટું નિવેદન આપવાનો કેસ થઈ શકે છે. આ મામલે ચૂંટણી પંચએ સ્પષ્ટતા કરી છે કે જે નામ ડ્રાફ્ટ રોલમાં નથી તેઓ ફરીથી ફોર્મ 6 ભરી શકે છે. આ સ્થિતિમાં તેમણે ભરેલી ઘોષણા ખોટી નહીં ગણાય અને તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય.

ચૂંટણી પંચ દ્વારા લોકોની ગેરસમજ દુર કરવા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડ્રાફ્ટમાં જેનું નામ નથી તેઓ ફરીથી નામ નોંધાવા માટે ફોર્મ 6 ભરે તો તેના વિરુદ્ધ કલમ 31 અંતર્ગત કોઈ કેસ નહી થાય. ભલે તે વ્યક્તિએ ફરીથી ફોર્મ 6 ભર્યું હોય.

ચૂંટણી પંચની આ સ્પષ્ટતા પછી લોકો પોતાનું નામ મતદાર યાદીમાં જોડવા માટે ફરીથી ફોર્મ 6 ભરી શકે છે. પરંતુ હા શરત એટલી છે કે તેનું નામ કોઈ બીજી લોકસભા કે વિધાનસભા બેઠક પર પહેલાથી નોંધાયેલું ન હોવું જોઈએ. એટલે કે કોઈ એક લોકસભા કે વિધાનસભામાં મતદાર તરીકે વ્યક્તિનું નામ નોંધાયેલું છે તો પછી બીજી જગ્યાએ તે મતદાર ન બની શકે. અન્ય લોકો ફોર્મ 6 ભરી શકે છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટે પણ કહ્યું હતું કે જે લોકોના નામ યાદીમાંથી નીકળી ગયા છે તે લોકો ફરીથી નામ નોંધાવા ફોર્મ 6 ભરે તો તેમાં પહેલીવાર નામ નોંધાઈ રહ્યું છે તેવી ઘોષણા ભરવામાં લોકોને ડર લાગે છે. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. સાથે ચૂંટણી પંચએ તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યા છે કે આ સ્પષ્ટીકરણનો પ્રચાર-પ્રસાર દેશની સ્થાનિક ભાષાઓમાં પણ કરવામાં આવે જેથી લોકોની ગેરસમજ દુર થઈ જાય અને તેઓ ફરીથી ફોર્મ 6 ભરી પોતાનું નામ નોંધાવી શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button