હાથીજણ ખાતે કુંગ-ફુ માર્શલ આર્ટ્સની તાલીમ લઈ રહેલા બાળકોએ મેળવ્યા બેલ્ટ રેન્ક


હાથીજણ સ્થિત બુદ્ધિસ્ટ કુંગ-ફૂ એસોસિયેશન ઓફ અમદાવાદ ટીમ ખાતે જીમ્મી સોલંકી સરના માર્ગદર્શન હેઠળ કૂંગ-ફુ અને માર્શલ આર્ટ્સની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે બેલ્ટ ગ્રેડેશન એક્ઝામ યોજવામાં આવી હતી. જેમાં ટ્રેનિંગ લઇ રહેલાં વિધાર્થીઓએ અલગ અલગ બેલ્ટ ની કેટેગરીમાં ભાગ લઇ વિવિધ પ્રકાર ની તાલીમ અને સ્કીલ્સ નું પ્રદર્શન કર્યુ હતુ. બેલ્ટ એક્ઝામ દરમિયાન ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ, ફિઝિકલ ફિટનેસ ટ્રેનિંગ, અલગ અલગ પ્રકારના જિમ્નાસ્ટિક મૂવ્સ, ટ્રેડિશનલ તાઓલું ફોર્મ્સ અને વેપન્સ સ્કિલનું પરફોર્મન્સ કરી તેમની કલાનું પ્રદર્શન કર્યુ હતું.
ટ્રેનિંગ ના અંતે દરેક વિધાર્થીઓને તેઓના બેલ્ટ સેક્શન પ્રમાણે બેલ્ટ એનાયત કરી તેઓ માર્શલ આર્ટ્સ પ્રત્યે હર હંમેશ જાગૃત રહે અને સ્વબચાવ કરવા સક્ષમ રહે તેમજ ભવિષ્યમાં હંમેશા સારા માર્ગ પર આગળ વધે તેવી શુભેચ્છાઓ સાથે દરેક વિદ્યાર્થીઓને બેલ્ટ ગ્રેડેશન સર્ટીફીકેટ આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા.




