અમદાવાદનાં અતિગીચ વિસ્તાર કાલુપુર ઓવરબ્રિજની 7 દુકાનો ધરાશાયી


ગુજરાતમાં દુર્ઘટનાઓની વણઝાર ચાલી રહી છે. એક પછી એક દુર્ઘટનાઓ ઘટતી જ રહે છે. એકાદો દિવસ પણ એવો નથી જતો કે દુર્ઘટના બન્યા વગર જ વીતી જાય. ગુજરાતમાં રોજે રોજ કોઇને કોઇ અધિકારીઓની બેદરકારીને કારણે પોતાનો જીવ ગુમાવે જ છે. કાલુપુર બ્રિજ પર બનેલી 7 દુકાનો એક સાથે ધરાશાયી થતા ચકચાર મચી ગઇ છે. શહેરનાં અત્યંત વ્યસ્ત અને ટ્રાફીકની દ્રષ્ટિએ ગીચ ગણાતા કાલુપુરમાં બ્રિજ પર 7 દુકાનો ધરાશાયી થતા અફડા તફડી મચી ગઇ હતી.
બ્રિજ પર બનેલી દુકાનો એક પછી એક તબક્કાવાર રીતે નીચે ખાબકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજની ઉપર અને નીચે બંન્ને તરફ ટ્રાફીક હોય છે. તેમાં પણ ખાસ કરીને આ દુર્ઘટના સાંજે બની હતી. જેના કારણે ટ્રાફીક વધારે પ્રમાણમાં ટ્રાફીક હતું. આ ઉપરાંત હાલ દિવાળી પણ નજીકમાં છે જેના કારણે કાલુપુર માર્કેટમાં પહેલાથી જ ભારે ટ્રાફીક જામ રહે છે. જેના કારણે મોટા પ્રમાણમાં જાનમાલની ખુંવારી થવાની શક્યતા છે.જો કે પ્રાથમિક અહેવાલો અનુસાર 7 જેટલી દુકાનો નીચે ખાબકી છે. કાલુપુર બ્રિજ પર રહેલી દુકાનો ધરાશાયી થઇ હતી. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડનો વિશાળ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. રાહત અને બચાવકામગીરી ચલાવવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસનો કાફલો પણ મોટા પ્રમાણમાં ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે. હાલ સમગ્ર ઘટના અંગે વધારે માહિતી આવી રહી છે. દુકાનો ધરાશાઈ થવાને કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ છે. ફાયર દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.




