Top In Ahmedabad

હાથીજણ ખાતે કુંગ-ફુ માર્શલ આર્ટ્સની તાલીમ લઈ રહેલા બાળકોએ મનાવ્યો ૧૨મો યોગ દિવસ

હાથીજણ સ્થિત બુદ્ધિસ્ટ કુંગ-ફૂ એસોસિયેશન ઓફ અમદાવાદ ટીમ ખાતે અમદાવાદ પ્રેસિડેન્ટ જીમ્મી સોલંકી સરના માર્ગદર્શન હેઠળ કૂંગ-ફુ અને માર્શલ આર્ટ્સની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે ખાસ યોગા ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકો ને ટ્રેનર દર્શિત પાસીની દેખરેખ હેઠળ સૂર્યનમસ્કાર તેમજ વિવિધ પ્રકારના યોગાસન શીખવવામાં આવ્યા હતા.


યોગા દ્વારા શરીર અને મન ને કેવી રીતે સ્વસ્થ અને નિરોગી રાખી શકાય તેમજ વિદ્યાર્થીઓ માટે યોગા શા માટે જરૂરી છે અને તેનાથી તેમના જીવન માં કેવી રીતે પરિવર્તન આવી શકે છે તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button