ધર્મ

અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શિવ યાત્રાનું આયોજન:

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય શિવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્ણાવતી મહાનગર (અમદાવાદ)ના ઉપક્રમે આયોજિત આ યાત્રાનો પ્રારંભ રવિવારે, 10 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 2:30 કલાકે શાહપુર વિસ્તારના પાતાળેશ્વર મહાદેવ મંદિર, ઓત્તમ પોળ નાગોરીવાડ ખાતેથી થયો હતો.
આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના ગુજરાત ઉપાધ્યક્ષ શ્રી જ્વલિતભાઈ મહેતા અને અમદાવાદના પ્રમુખ શ્રી દિનાકરણભાઈ ગ્રામિણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ શિવ યાત્રામાં શિવભક્તોએ જટાધારી શિવશંભુ અને શિવજીના ગણના વેશ ધારણ કરીને ભાગ લીધો હતો, જેણે વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ યાત્રામાં ધર્મ અને સંસ્કૃતિની સાથે દેશભક્તિનો પણ અનોખો સમન્વય જોવા મળ્યો હતો, જેમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક દૃશ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ યાત્રાએ સમગ્ર વિસ્તારમાં એક સકારાત્મક અને ધાર્મિક માહોલ ઊભો કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button