GUJARAT

વિજાપુરમાં ડુપ્લીકેટ પનીર બનાવતી ડીવાઇન ફૂડમાં રેડ, કંપનીનું લાઇસન્સ કરાયું રદ

મહેસાણા ફૂડ વિભાગ દ્વારા વિજાપુર સ્થિત ડીવાઇન ફૂડ કંપની પર રેડ પાડવામાં આવી હતી. આ ફેકટરીમાં ડુપ્લીકેટ પનીરનું ઉત્પાદન થતું હોવાના આરોપો પર ફૂડ અધિકારી વી.જે. ચૌધરી અને તેમની ટીમે કડક પગલાં લીધા છે. આ કાર્યવાહી દરમિયાન ફેકટરીમાંથી નકલી પનીરનું ઉત્પાદન અને તેના સાથે જોડાયેલી સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી, જે લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમ ઉભું કરી શકે તેવી હતી.

મહેસાણા ફૂડ વિભાગે ડીવાઇન ફૂડ કંપનીનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એક મોટી કાર્યવાહીનો ભાગ છે, જેના દ્વારા લેભાગુ અને માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારી કંપનીઓ સામે લાલ આંખ દર્શાવવામાં આવી છે.આ ફેકટરી પર રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકારો પર હિંસક હુમલો થયાના અહેવાલો પણ સામે આવ્યા છે.  ફૂડ વિભાગે આ બાબતે તપાસની શરૂઆત કરી છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની શક્યતા વ્યક્ત કરાઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીવાઇન ફૂડ કંપનીના માલિક સામે 20 લાખ રૂપિયા સુધીનો દંડ લગાવવાની કાર્યવાહી થઈ શકે છે. આ સિવાય, તેમના પર મહત્તમ કાનૂની કાર્યવાહીની તૈયારી પણ ચાલી રહી છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button