GUJARAT

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર, 10 જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે.  પીએમ મોદી રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં મુખ્ય વિકાસ કાર્યક્રમો અને રાજદ્વારી કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.આ મુલાકાત દરમિયાન, તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેશે.ઉલ્લેખનિય છે કે, મહમૂદ ગઝનવીના હુમલાની ઘટનાને  1૦૦૦મા  વર્ષ પૂર્ણ થતાં આ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ચાર દિવસીય સોમનાથ સ્વાભિમાન મહોત્સવનો પ્રારંભ થયો છે.

આવતીકાલે, પ્રધાનમંત્રી મોદી રાજકોટ જશે. ત્યાં તેઓ મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પીએમ મોદી સમિટમાં આયોજિત વેપાર મેળા અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.રાજકોટથી, પ્રધાનમંત્રી અમદાવાદ જશે, જ્યાં તેઓ સેક્ટર 10-A થી મહાત્મા મંદિર સુધીના અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાના બાકીના ભાગનું ઉદ્ઘાટન કરશે.

સોમવારે, પીએમ  મોદી અમદાવાદમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે.

પીએમ મોદીએ શુક્રવારે X પર પોસ્ટ કર્યું, “સોમનાથ સ્વાભિમાન પર્વ આપણી આધ્યાત્મિક પરંપરાનું એક શક્તિશાળી પ્રતીક છે, જે દેશભરમાં ખૂબ જ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સંદર્ભમાં, મને આવતીકાલે રાત્રે 8 વાગ્યે સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્રના દિવ્ય જાપમાં ભાગ લેવાનો લહાવો મળશે.

બીજા દિવસે સવારે, લગભગ 9:45 વાગ્યે, ભારત માતાના અસંખ્ય બહાદુર સપૂતોને સમર્પિત શૌર્ય યાત્રામાં ભાગ લીધા પછી, હું મંદિરની મુલાકાત લઈશ અને પૂજા કરીશ. આ પછી, મને એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેવાની અને પછી મંદિર પરિસરમાં યોજાઈ રહેલા ભવ્ય ડ્રોન શોનું નિરીક્ષણ કરવાની તક પણ મળશે.”

કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે


આ  ધાર્મિક અને સાંસ્કૃતિક  કાર્યક્રમમાં 100,000 થી વધુ લોકો હાજરી આપે તેવી પણ અપેક્ષા છે,  કાર્યક્રમ દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને માટે  કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button