GUJARAT

રાજકોટમાં 32 લાખની લૂંટ, નકલી પોલીસ બનીને આવેલા ત્રણ શખ્સે કપાસના વેપારીને લૂંટ્યા

રાજકોટમાં ફરી એકવાર સનસનીખેજ લૂંટનો કિસ્સા પ્રકાશમાં આવ્યો છે, રાજકોટમાં ત્રણ શખ્શોએ એક કપાસના વેપારી સાથે લૂંટ ચલાવી છે, મોડી રાત્રે વેપારી શહેરના રેસકોર્સ વિસ્તારમાં હતો તે સમયે ત્રણ શખ્સો નકલી પોલીસની ઓળખ આપીને વેપારીને માર માર્યો અને બાદમાં 32 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ લૂંટમાં એક ટીઆરબી જવાન પણ સામેલ હોવાનો આરોપ લાગ્યો છે. હાલમાં રાજકોટના પ્રધ્યુમનનગર પોલીસે લૂંટારુઓની શોધખોળ શરૂ કરી દીધી છે. 

રાજકોટમાંથી સામે આવેલી લૂંટની ઘટનાથી પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે, ત્રણ શખ્સોએ વેપારીને પોલીસની ઓળખ આપીને 32 લાખની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. મોડીરાત્રે રેસકોર્સ પાસે આવેલા લવગાર્ડન નજીક વેપારીને TRB જવાન સહિતની આ નકલી પોલીસની ટોળકીએ લૂંટ્યો હતો, પહેલા વેપારીને માર માર્યો અને બાદમાં લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. કમિશન વેપારીનો ધંધો કરતા સમીર પંડ્યા સાથે લૂંટ થઇ હતી. TRB જવાન શાહબાઝ મોટાણી સહિત 4નું કારસ્તાન સામે આવતા પદ્યુમનનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે, એક TRB જવાન સહિત 4 આરોપીઓ સકંજામાં છે અને 32 લાખ પૈકી 21 લાખ રોકડા પોલીસે કબજે કર્યા છે, આખી રાત ચારેય આરોપીઓની પૂછપરછ કરાઇ છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ આગળ શોધખોળ અને તપાસ કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button