ધર્મ

રજોગુણ કોઈ પરમના ગુણમાં મળી જાય,સત્વગુણ વિષ્ણુમાં મળી જાય તો સાર્થક થઈ જાય

ત્રણેય ગુણોને ત્યાગી શકાય?અને એ પણ તણખલાની જેમ! હા સંભાવના છે.પોલેન્ડમાં રામકથાના છઠ્ઠા દિવસે આ વાત કરતા બાપુએ કહ્યું કે શરીરના ત્રણ ગુણ:વાત પિત્ત અને કફ.જેમાં તુલસીજી કહે છે કે ત્રણેય આરોગ્ય સંહિતા પ્રમાણે બહુ જ જરૂરી છે.શ્રીમદ ભાગવત કહે છે કે ગુણ જ ગુણમાં વર્તન કરે છે.તુલસી કહે છે કે કામ વાત છે, કફ એ લોભ અને પિત્ત એ ક્રોધ છે.


શરીર અસ્વસ્થ ત્યારે જ થાય છે જ્યારે ત્રણેય ગુણ માંથી કોઈ એક ગુણનો પ્રકોપ વધે છે.સમ્યક સ્વરૂપમાં ત્રણેય ગુણ જરૂરી છે.આ ત્રણેય ગુણને તણખલાની જેમ ત્યાગ કરવો એનો મતલબ છે કે આપણામાં થોડીક બુરાઈ છે,થોડીક ગંદકી છે એને દૂર રાખવી.ગંદકી વાળું આપણું વહેણ ગંગાજળમાં ભળી ન જાય એનું ધ્યાન રાખવું! રજોગુણ કોઈ પરમના ગુણમાં મળી જાય.સત્વગુણ વિષ્ણુના ચરણમાં મળી જાય,કારણ કે ગુણનો એક અર્થ દોરી છે.દોરી બાંધે છે.સત્વગુણ વિષ્ણુમાં મળી જાય તો સાર્થક થઈ જાય.


અને આપણાથી એનો સંબંધ તૂટી અને પરમમાં જોડાઈ જાય.ક્રોધ એ ભગવાન શંકરમાં મળી જાય કારણ કે તમોગુણમાં અહંકાર પણ આવી જાય છે. શિવ સમષ્ટિનો અહંકાર છે.કોઈ એક વ્યક્તિનો અહંકાર સામાન્ય અહંકાર વૈશ્વિક અહંકારમાં મળી જાય જેને જીવનું શિવમાં મિલન કહે છે.


એવા અર્થમાં ત્રણેય ગુણના ત્યાગની વાત કહે છે. પિંડ એ બ્રહ્માંડમાં મળી જાય એવું કહેવા માંગે છે. જ્ઞાન,વિચાર અને વૈરાગ્ય ત્રણેયને હંસ કહ્યા છે.જ્ઞાન એ માત્ર હંસ છે.જે ક્ષીર અને નીરને અલગ કરે છે. વિચાર રાજહંસ છે.બધા ઉપર રાજ કરે છે.પણ વૈરાગ્ય પરમહંસ છે.


જ્ઞાનનું તણખલું ગણપતિના ચરણમાં,વિચાર એ વિષ્ણુના ચરણમાં અને તમોગુણ એ શિવના ચરણમાં સમર્પિત થવો જોઈએ.
મોટા મોટા શાસ્ત્રોક્ત લોકો પણ ખૂબ જ પરેશાન દેખાય છે.જેમ રૂની ગાંસડી વેંચાય એમ માણસ અને શબ્દ પણ વેંચાઈ અને ખરીદાઈ રહ્યા છે એની પીડા પણ બાપુએ વ્યક્ત કરી.


ગુરુ વગર જ્ઞાન નહીં અને જ્ઞાન વગર વૈરાગ્ય નહીં આવું તુલસીદાસજી લખે છે.સમજનું સમર્પણમાં પરિવર્તન થઈ જાય એ જ વૈરાગ્ય છે.જગતગુરુ શંકરાચાર્યનો એક શ્લોક છે:
ગચ્છનં તિષ્ઠનં ઉપવિશનં શયાનો વાનપ્રસ્થ વા
પિ વા યથેચ્છ ચ વસેત્ વિદ્વાન આત્મારામ સદા વિરાગમુનિ.
એ કહેવા માગે છે કે જે પોતાની ઈચ્છા મુજબ યાત્રા કરે,ઈચ્છા મુજબ બેસે,ઊઠે,શયન કરે અને ઈચ્છા મુજબ વસવાટ કરે-એવા આત્મારામી જ સદા વિરાગમુની કહેવાય છે.
આસક્તિનો ખેદ ના હોય અને વિરક્તિનો મોદ ન હોય એ વૈરાગી છે.નિરંતર આનંદના રસમાં વૈરાગી પોતાની મસ્તીમાં રહે છે.
આજે કલમ,મલમ અને ચલમની જરૂર છે.
એ પછી અયોધ્યા કાંડનું મંગલાચરણ કરતા તુલસીદાસજી શિવજીનું સ્મરણ કરે છે.
શિવજીનાં મસ્તક પર ચંદ્રનું વર્ણન કર્યા પછી બીજા મંત્ર માં રામનું અને ત્રીજા મંત્રમાં સીતારામની વંદના કરે છે.અયોધ્યાકાંડ યુવાનીનો કાંડ છે.અહીં શ્રી ગુરુચરણ સરોજ રજ-એ દોહો લખ્યો છે.


રામ જ્યારે વિવાહ કરીને અયોધ્યા આવે છે જાણે કે અયોધ્યામાં રિદ્ધિ-સિદ્ધિની નદીઓ વહેવા લાગી! સુખનો જાણે કે વરસાદ વરસ્યો!અતિસુખ પણ દુઃખનું કારણ બને છે.


દરેક પ્રકારનાં સુખ દરેક વ્યક્તિમાં આવવાથી વનવાસ પ્રગટ થાય છે.આજે ઝવેરચંદ મેઘાણીને વિશેષ યાદ કરીને બગસરામાં એની કથા થશે એ યાદ અપાવ્યું.
આજની કથા રામનામ રુપી સોમરસ,રામનાં રૂપ,લીલા અને ધામને અર્પણ કરી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button