Business

પેન્શનથી લઇને LPG સુધી, 1 ડિસેમ્બરથી બદલાઇ જશે આ 5 મોટા નિયમ

નવેમ્બર મહિનો પૂરો ઠવે હવે માત્ર 3 દિવસની જ વાર છે. ત્યાર સોમવારથી શરૂ થતો નવો મહિનો તેની સાથે ઘણા ફેરફાર લઈને આવશે. આ નવા મહિને ઘણા નાણાકીય ફેરફારો થશે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. આ ફેરફારોમાં LPG ગેસ સિલિન્ડર, પેન્શન, ટેકસ અને ફ્યુલ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. 1 ડિસેમ્બરથી પાંચ મુખ્ય નિયમો બદલાઈ રહ્યા છે. જેમાં LPG ગેસના ભાવ, ટેકસ અને પેન્શન નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે.

સરકાર ઘણીવાર 1 ડિસેમ્બરે LPGના ભાવમાં સુધારો કરે છે. આ સુધારો કોમર્શિયલ અને ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડર બંને પર લાગુ પડે છે. નવેમ્બરમાં ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો હતો. 1 નવેમ્બરના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 6.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો. રસોઈ ગેસના ભાવ ઘણા સમયથી યથાવત છે.

સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) પસંદ કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. પહેલાં આ તારીખ 30 સપ્ટેમ્બર હતી. કોઈપણ સરકારી કર્મચારી NPS અને UPS વચ્ચે પસંદગી કરી શકે છે. જે લોકો NPS અથવા UPS પસંદ કરવા માંગતા હોય તેમણે 30 નવેમ્બર પહેલાં આ પ્રક્રિયા પૂરી કરી દેવી પડશે. આ વિકલ્પ 1 ડિસેમ્બર પછી ઉપલબ્ધ નહીં રહે.વરિષ્ઠ નાગરિકોએ પેન્શન લાભ મેળવવા માટે જીવન પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. 30 નવેમ્બર એ જીવન પ્રમાણપત્રરજૂ કરવાની અંતિમ તારીખ છે. જીવન પ્રમાણપત્ર રજૂ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમનું પેન્શન સસ્પેન્ડ થઈ શકે છે.

જો તમારો TDS ઓક્ટોબરમાં કાપવામાં આવ્યો હોય તો તમારે કલમ 194-IA, 194-IB, 194M અને 194S હેઠળ સ્ટેટમેન્ટ સબમિટ કરવાની જરૂર પડશે. જેની અંતિમ તારીખ 30 નવેમ્બર છે. વધુમાં જે કરદાતાઓને કલમ 92E હેઠળ રિપોર્ટ સબમિટ કરવાની જરૂર છે તેઓ પણ 30 નવેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

તેલ કંપનીઓ દર મહિને LPG, CNG-PNG અને ATF ના ભાવમાં સુધારો કરે છે. આ મહિને, LPG ની સાથે, CNG, PNG અને જેટ ફ્યુઅલ (AFT) ના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. ATF, જેને જેટ ફ્યુઅલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક હાઇ-સ્પીડ ફ્યુઅલ છે. તેના ભાવ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરી બંને માટે બદલાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button