GUJARAT

કચ્છ: અકસ્માતમાં એક બાદ એક 4 વાહનો અથડાતા કાર ભડકે બળી, બાળક સહિત 2ના મોત

કચ્છથી વહેલી સવારે એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભચાઉ તાલુકાના કેસરીગઢ રિસોર્ટ નજીક વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભચાઉ હાઈવે પર કાર અને આઇસર ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થતાં બંને વાહનોમાં અચાનક આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

આ અકસ્માત બાદ પાછળથી આવી રહેલા બે ટ્રેલર પણ આગ લાગેલા વાહનો સાથે અથડાયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. કારમાં એક પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. આ દર્દનાક અકસ્માતમાં કારમાં સવાર એક નાનું બાળક અને એક ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કારમાં સવાર પતિ-પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ તરફ અકસ્માતની જાણ થતા ભચાઉ ફાયર વિભાગ, પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે ભારે પ્રયત્નો બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ થયો હતો, જેને પોલીસ દ્વારા નિયંત્રણમાં લેવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button