Top In Ahmedabad

અમદાવાદમાં ટોપરેન્કર્સ સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નવી શૈક્ષણિક તક

Oplus_131072

કાયદા, મેનેજમેન્ટ સહીતના ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે, ભારતની અગ્રણી એડ-ટેક સંસ્થા ટોપરેન્કર્સે ગુજરાતમાં એન્ટ્રી કરી છે. આજે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં નવા સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે સાથે જ ગુજરાતમાં ટોપરેન્કર્સના વ્યૂહાત્મક વિસ્તરણની શરૂઆત થઈ છે.

ઉદ્ઘાટન સમારોહ દરમિયાન CLAT 2026ની ગુજરાત ટોપર વૈષ્ણવી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ જગતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે એન્જિનિયરિંગ અને મેડિકલ જેવા વિષયોમાં આગળ વધી વિદ્યાર્થીઓને કાયદા અને મેનેજમેન્ટ જેવી કારકિર્દીઓમાં માર્ગદર્શન આપવું આજના સમયની જરૂરિયાત છે.

ટોપરેન્કર્સ આજે ભારતની સૌથી ઝડપથી વિકસતી એડ-ટેક સંસ્થાઓમાંની એક તરીકે ઓળખાય છે. દેશભરના 30થી વધુ શહેરોમાં 50થી વધુ સેન્ટરો સાથે સંસ્થા CLAT, AILET, IPMAT, JIPMAT, CAT સહિત વિવિધ રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓની તૈયારીમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. ખાસ કરીને કાયદા પ્રવેશ પરીક્ષાઓ માટે ટોપરેન્કર્સનું લીગલએજ વર્ટિકલ વિશ્વસનીય નામ બની ચૂક્યું છે.

તાજેતરમાં જાહેર થયેલા CLAT 2026ના પરિણામોમાં લીગલએજે ઓલ ઈન્ડિયા રેન્ક 1, 2 અને 3 હાંસલ કરીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી હતી. આ ઉપરાંત, સંસ્થાના 51 વિદ્યાર્થીઓ ટોપ 100માં સ્થાન મેળવતાં ટોપરેન્કર્સે કાયદા પ્રવેશ તૈયારી ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ફરી એકવાર સાબિત કરી છે.

સુયુક્તિ સેઠના નેતૃત્વ હેઠળ અમદાવાદ સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. જેમનો મુખ્ય ઉદ્દેશ્ય શૈક્ષણિક માળખું, પરિણામ આધારિત માર્ગદર્શન સંસ્કૃતિ અને વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમને ગુજરાત સુધી પહોંચાડવાનો છે. આ સેન્ટર રાજ્યના મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ માટે નવી તકોના દ્વાર ખોલશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button