Top In Ahmedabad

બેફામ ડમ્પર ચાલકે ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત

અમદાવાદમાં ડમ્પર ચાલકોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. ખોખરા વિસ્તારમાં એક્ટિવા પર જઈ રહેલી 22 વર્ષીય યુવતીને પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારતા યુવતીનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ ડમ્પર ચાલકને સ્થળ પર જ પકડી પાડ્યો હતો. 

અમદાવાદમાં બેફામ દોડતા ડમ્પરોને કારણે નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ખુશ્બુ પોતાના એક્ટિવા પર અનુપમથી મદ્રાસી મંદિર તરફ જઈ રહી હતી. જ્યારે તે અયોધ્યા સોસાયટી નજીક પહોંચી, ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ડમ્પર (નંબર GJ 27 TT 1555)ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ખુશ્બુ એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી અને તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ગંભીર ઈજાના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ડમ્પર ચાલકને સ્થળ પર જ પકડી રાખ્યો હતો. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટનાની નોંધ લઈ ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, હજુ ચાર દિવસ અગાઉ જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ વિસ્તારમાં વાળીનાથ ચોક નજીક એક દંપતીને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. તે અકસ્માતમાં મહિલાના માથા પર ડમ્પરનું ટાયર ફરી વળતા તેમનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, પરંતુ તે ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો અને હજી પણ પોલીસ પકડથી દૂર છે. ટૂંકા ગાળામાં ડમ્પરના કારણે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા ડમ્પર ચાલકોની બેફામ ગતિ સામે સખત કાર્યવાહીની માંગણી ઊઠી છે.આ સાથે અમદાવાદ ટ્રાફિક  પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યાં છે…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button